Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

સુવિચારો

– વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. – સંત તુલસીદાસ

– વિચાર ભાગ્યનું બીજું નામ છે. – સ્વામી રામતીર્થ.

– સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. – મનુ

સૈફ પાલનપુરી – નામ

(ખાસ દિપિકાબહેન અને મેહુલભાઇને આભારી છીએ આ ગઝલ પંક્તિ મોકલવા બદલ)

જીવનની સમીસાંજે મારે
જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.

– સૈફ પાલનપુરી

Pancham Shukla - સૈફ પાલનપુરીની આ ગઝલનાં બીજા શેર …

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઇ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યોતો ને મારી સફર ચર્ચાઇ ગઇ,
કંઇ મંઝિલ પણ મશહૂર હતી – કંઇ રસ્તા પમ બદનામ હતાં.

Then the posted sher

પેલા ખૂણે બેઠાં છે એ “સૈફ” છે મિત્રો જાણો છો?
કેવો ચંચલ જીવ હતો ને કેવાં રમતાંરામ હતાં!

સૈફ પાલનપુરી – નામ

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં
ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો
– શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી
થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઇ જતે –
બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યોતો
ને મારી સફર ચર્ચાઇ ગઇ,
કંઇ મંઝિલ પણ મશહૂર હતી
– કંઇ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમીસાંજે મારે
જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠાં છે એ
“સૈફ” છે મિત્રો જાણો છો?
કેવો ચંચલ જીવ હતો
ને કેવાં રમતાંરામ હતાં!

– સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી – પાનખરનો ક્રમ

હવે તો ‘સૈફ’, ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે:
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું !

– સૈફ પાલનપુરી

Urmi Saagar - Hi SV,

why don’t you post the whole gazal…. here it is!!
મારી પાસે એક બુકમાં આ ગઝલ છે તે અહિં ટાઇપ કરીને મોકલું છું.

ગઝલનું ટાઇટલ છે, “પાનખરનો ક્રમ”

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઇ શક્યું ક્યાં કંઇ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઇ સુમન જેવું.

કોઇ જો સહેજ છેડે છે તો એ શરમાઇ જાએ છે,
તમે દિલમાં વસ્યાં તો થઇ ગયું દિલ પણ દુલ્હન જેવું.

તમે રીસાતે ના તો પાનખરનો ક્ર્મ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું.

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું.

સસ્નેહ, “ઊર્મિ સાગર”
http://urmi.wordpress.com

SV - Thanks “ઊર્મિ સાગર” I have posted the entire Ghazal.

સૈફ પાલનપુરી – પાનખરનો ક્રમ

(ખાસ “ઊર્મિ સાગર”ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઇ શક્યું ક્યાં કંઇ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઇ સુમન જેવું.

કોઇ જો સહેજ છેડે છે તો એ શરમાઇ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઇ ગયું દિલ પણ દુલ્હન જેવું.

તમે રીસાતે ના તો પાનખરનો ક્ર્મ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું.

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું.

– સૈફ પાલનપુરી

Urmi Saagar - સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઇ સુમન જેવું.

કોઇ જો સહેજ છેડે છે તો એ શરમાઇ જાએ છે,
તમે દિલમાં વસ્યાં તો થઇ ગયું દિલ પણ દુલ્હન જેવું.

આખી ગઝલ તો સુંદર જ છે, પણ આ બે કડીઓ મને વધુ પ્રિય છે.

“ઊર્મિસાગર”
http://urmi.wordpress.com

સૈફ પાલનપુરી – હવે બોલવું નથી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

– સૈફ પાલનપુરી

Jayshree - આ સરસ મજાની ગઝલ અહીં સાંભળી શકશો…

http://jhbhakta.blogspot.com/2006/07/blog-post_27.html

સ્નેહરશ્મિ – નમીએ તુજને વારંવાર

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !

– સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ – વતન

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આવ્યો વ્હાલે વતન હરખે, દીર્ઘ કૈં વર્ષ વીત્યે,
દોડ્યો જોવા પરિચિત બધાં સ્થાન સૌ બાલ્ય કેરાં
જોયો વ્હાલો વડ જહીં રમ્યો આંબલીપીપળી તે
નાનુ, હલ્લુ, રતુ રમણની સાથ, ને જીર્ણ દેરાં –
પૂછે તને અપરિચિત શાં ‘કોણ તું ? કેમ આવ્યો ?’
હૈયું દુભ્યું; મુખ પડી ગયું, જાગિયા કંપ પ્રાણે –
જાણે તને વદન, વતને હા ! તમાચો લગાવ્યો.

– સ્નેહરશ્મિ

વિવેક - સ્નેહરશ્મિ ખાસ કરીને જાણીતા છે એમના હાઈકૂ માટે. હાઈકૂ એ 17 અક્ષરનો જાપાની કાવ્યપ્રકાર છે જે 5-7-5 અક્ષરો વાળી ત્રણ પંક્તિનું બંધારણ ધરાવે છે. વિવેક.

સ્પર્શ દેસાઇ – ૧૬ વરસની ષોડશી !

શ્રાવણી વરસાદ જેવી ષોડશી !
કો’ક ભૂલી યાદ જેવી ષોડશી.

જો અચાનક એક પળ ફોરી હતી,
રેશમી ઉન્માદ જેવી ષોડશી.

શબ્દમાં પડઘાય ગૈ એ ભૂલથી,
મૌનનાં સંવાદ જેવી ષોડશી.

પાંખમાં આકાશ લૈને એ ઉડી,
એકલી, આઝાદ જેવી ષોડશી.

એ સધનતા પામતી ગૈ, થૈ ગઝલ,
શે’ર માં ઇરશાદ જેવી ષોડશી.

પામવી એને કદી સંભવ નથી,
લાખમાં એકાદ જેવી ષોડશી.

જંગલોમાં ભમી થૈને હરણ,
એક કે સૈયાદ જેવી ષોડશી.

એક ઇપ્સા છે વિવિધ એ રુપમાં,
વાદ ને અપવાદ જેવી ષોડશી.

છોદ એ લજામણી જાણે હતો,
સ્પર્શમાં મરજાદ જેવી ષોડશી

– સ્પર્શ દેસાઇ

વિવેક - કાવ્યના શીર્ષકમાં કંઈ ગડબડ લાગે છે… ષોડશી એટલે જ સોળ વર્ષની યુવતી. તો 16 વર્ષની ષોડશી એવો શબ્દપ્રયોગ કેમ?

હકોબા સાડી

કોઇ પણ 20 હકોબા સાડીઓ ફક્ત $500 માં ( મૂળ કિંમત એકની $40 – $65)

હનિફ સાહિલ – અહીં પણ અને ત્યાં પણ

ધેરાયલી મધરાત, અહીં પણ અને ત્યાં પણ
આ કારમું એકાંત, અહીં પણ અને ત્યાં પણ

સરખી ઉભયની લાગણી, સરખો ઉભયનો પ્રેમ
છે દર્દ આત્મસાત, અહીં પણ અને ત્યાં પણ

હું છું અગર વ્યાકુળ તો એ પણ છે બેકરાર
આંખોથી અશ્રુપાત, અહીં પણ અને ત્યાં પણ

આ કાળરાત વીતશે, પૂરો થશે વિયોગ
થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ

સંયોગવશ થવું પડ્યું એ મોડ પર અલગ
જીવનની રીતભાત, અહીં પણ અને ત્યાં પણ

હું પણ વિસારૂં, તુંય વિસારીને આંખ લૂછ
શાનો આ વલોપાત, અહીં પણ અને ત્યાં પણ

હું કોણ ને તું કોણ રમત છે આ જીવનની
બન્ને તરફ છે માત, અહીં પણ અને ત્યાં પણ

આ દર્દ, આ વ્યથા, આ અજંપો ને આ સ્મરણ
કેવી મળી સોગાત, અહીં પણ અને ત્યાં પણ

કેવો સફરનો અંત હતો શું લખું હનીફ
સરખો જ છે વૃતાંત, અહીં પણ અને ત્યાં પણ

– હનિફ સાહિલ

હનીફ મહેરી – રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે

રુદન કોઇને ગમતું નથી છતાં રુદન પણ ખુશીની જેમ કયારેક કયારેક આવે છે ચોક્કસ. જીવનમાં હસીને જે મળતું નથી તે આંખથી ટપકતાં આંસુથી મળી જાય છે. મનને હળવું કરવા રુદનથી વધુ બીજો કોઇ હાથવગો ઉપાય નથી. હસતાં હસતાં પણ આંખો છલકી પડે છે.

જિંદગીનું ગણિત કેટલીક બાબતોમાં કિઠન બની જાય ત્યારે આંસુનો સરવાળો દર્દની બાદબાકી માટે સરળ માર્ગ સાબિત થાય છે. જીવનની સફરમાં રુદનના પ્રસંગો દરેક માટે બોજારૂપ હોતા નથી. ઘણી વાર રુદન, મન અને જીવનનો માર્ગ મોકળો કરવા નિમિત્ત પણ બને છે.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે

સૈફ પાલનપુરીએ જિંદગીનો પરિચય એ રીતે આપ્યો છે કે માણસ રુદનના સમયે વાસ્તવિક હોય છે, ને હસતી વખતે તે મોટા ભાગે અભિનય કરતો હોય છે. ઘણી વ્યકિતઓ આંસુને છુપાવવા પણ અટ્ટહાસ્ય કરી નાખતી હોય છે. આંખથી ટપકતાં આંસુમાં જ સાચી કહાણી ધબકતી હોય છે. હાસ્યમાં કહાણીનો કે જીવનનો મર્મ પકડાતો નથી. રુદનમાં વાસ્તવિકતા હોવાથી જિંદગીનો સાચો પરિચય અહીં સરળતાથી મળે છે.

હસતી હતી સદાય કળી, એય આજકાલ

ઝાકળની જેમ રોઇ પડે છે જરાકમાં

અમૃત ઘાયલે કળીના પમરાટને હસવા સાથે સરખામણી કરી છે. મોંસૂઝણુ પહેલાં ફૂલો પર ઝાકળ હોય તેમ હસતી કળી જાણે રડી પડતી હોય તેવું લાગે. જીવનમાં પણ હરહંમેશ સ્મિત ફેલાવતો ચહેરો કયારે ભીની આંખે રડી પડે તે ન કહેવાય. ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે પણ જયારે બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી. તેનો કોઇ ઝાકળની જેમ સવાર પહેલાંનો સમય પણ હોતો નથી. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.

જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પૂરું,

હું થોડું હસ્યો થોડું રડયો થૈ ગયું સરભર

શેખાદમ આબુવાલાએ સરળ ભાષામાં જીવનનું ગણિત સમજાવ્યું છે. જયાં ખુશી અને ગમ સરભર થૈ જાય ત્યાં જીવન પૂરું થયું સમજી લેવું. આ સરભર થયેલું જીવન શૂન્ય પણ હોઇ શકે. દરેકની જિંદગીમાં ખુશીના અને રુદનના પ્રસંગો ચલચિત્રની જેમ બદલતા હોય છે. ખુશીના પ્રસંગોએ પણ આંખો છલકી પડે, પણ રુદનના સમયે તો હાસ્યને હંમેશાં બહારવટો જ ભોગવવો પડે.

હું રડું છું દિવસથી રાત સુધી એમને જાણ હોય તો સારું

મનહર મોદીએ જુદી વાત કરી છે. જેના માટે દિવસથી રાત સુધી આંસુ છલકાવો તેની એમને જાણ છે ખરી? એ વાત અલગ છે કે રડતાં રહો ને કોઇ આશ્વાસન પણ નહીં મળે. ઘણી વાર જેના માટે દર્દથી આંખો ભીની થઇ હોય, તેને તો આપણી ખબર પણ નહીં હોય. રુદનમાં કોઇનો સાથ મળતો નથી. હાસ્યમાં સંગાથ મળે, પણ રુદન તો એકલાએ જ સહેવું પડે. રુદનથી મન હળવું થાય છે પણ એ ખુમારી ગુમાવીને થવું ન જોઇએ.આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.

anil vishrolia - કોણ સુખી અને કોણ દુખી છે, દુનિયા બધેય એક સરખી છે
સુખ અને દુખ એટલે સીક્કાની બે બાજુ, બન્ને એક બીજા સાથે સતત જોડાયેલા જ રહેતા હોય છે.
બસ, આગળ પાછળ જ હોય છે, સુખની પાછળ હોય છે દુખ અને દુખની પાછળ હોય છે સુખ. કોઈપણ વ્યક્તિ ક્યારેય પણ અને ધારે તો પણ સતત સુખી કે સતત દુખી રહી શકતી નથી, ક્યારેક તો એવું લાગે છે કે, મોટા ભાગના લોકોને સુખ કરતા દુખ વધુ વ્હાલુ લાગતુ હોય છે.
કારણ કે આપણે જ્યારે તેઓને મળીએ ત્યારે તેમના દુખના રોદણા ચાલુ થઈ જ ગયા જ હોય,
તેઓની વાતો સાંભળીએ તો એવુ લાગે, જાણે કે દુનિયામાં તેમના જેવું કોઈ દુખી હોય જ નહી. મોટા ભાગના લોકોને સુખી થવામાં જેટલી મજા આવતી હોય છે,
તેના કરતા પોતે દુખી દુખી છે તેવું કહેવામાં વધુ મજા આવતી હોય છે.
જે લોકોને દુખ એટલે શું તેની જ્યાં સુધી ખબર હોતી નથી, ત્યાં સુધી તેના જેવો કોઈ સુખી માણસ હોતો નથી. અને જ્યાં સુધી સુખ કોને કહેવાય તેની ખબર હોતી નથી ત્યાં સુધી ઈચ્છીએ તો પણ સુખી થઈ શકાતુ નથી. કેટલાક લોકોની જીવનશૈલી જ એવી હોય છે કે સુખી હોય ત્યારે પણ દુખી થવાની વેતરણમાં રહેતા હોય છે.
લોકો ધારે તો કોઈને દુખી કરી શકે છે પરંતુ જો કોઈને સુખી થવું હોય તો તે તેના હાથની જ વાત હોય છે.
આપણે કોઈને સુખી કરી શકતા હોતા નથી, કારણકે સુખી થવા માટેની ચાવી આપણી પાસે જ હોય છે. સુખી થવા માટે લોકોને કારણ મળતુ હોતુ નથી, પણ જો દુખી જ થવુ હોય તો કારણ શોધવું જ પડતુ નથી.

હરકિસન જોષી – ક્યાં હતાં

શબ્દોની વચ્ચે કોઈ સંબંધો જ ક્યાં હતાં !
ધસમસતાં પૂર રોકવા બંધો જ ક્યાં હતાં !

ચોપાસ ચક્ષુદાનને માટે પડાપડી
આ શહેરમાં પરંતુ લ્યો, અંધો જ ક્યાં હતા !

લોખંડથી લદાયેલી ગુજરી બજારમાં
પારસમણીના કોઈ પ્રબંધો જ ક્યાં હતા !

ગ્રંથાલયોનાં થોકબંધ પુસ્તકોમાં પણ
તારા વિશેના કોઈ નિબંધો જ ક્યાં હતા !

ઘરમાંથી કોઈ મુજને ઉઠાવી શક્યું નહીં,
મૈયતમાં આવનારને સ્કંધો જ ક્યાં હતા !

– હરકિસન જોષી

હરજીવન દાફડા – કહે તો ખરો

તને શી કમી છે, કહે તો ખરો !
નજર કાં નમી છે, કહે તો ખરો !

સ્વયં ગૂંચવાઈ ગયો શીદને ?
રમત કંઈ રમી છે, કહે તો ખરો !

ફના થઈ જવાની ઘણી રીત છે,
તને કઈ ગમી છે, કહે તો ખરો !

હજી પણ મુકામે પહોંચી નથી,
સફર ક્યાં થમી છે, કહે તો ખરો !

તને શોધવા મોકલેલો તને,
કશી બાતમી છે ? કહે તો ખરો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડા – નીકળવું છે

વારાફરતે વારામાંથી નીકળવું છે;
મારે આ જન્મારામાંથી નીકળવું છે;

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.

– હરજીવન દાફડા

હરદ્વાર ગોસ્વામી – દીપુ

દીપુ-અષ્ટક • હરદ્વાર ગોસ્વામી

દીપુ તારા નામથી, દીવા સઘળા ચૂપ
તું સરનામું સૂર્યનું, તારી સઘળી ધૂપ.

આંખો ધરતી ખોતરે, લજામણીને ગામ
કેમ કરીને બોલવું, નામ વગરનું નામ ?

બેઠા થઈ ગ્યા પાળિયા, એને ઊગી મૂછ
સ્હેજ કરી જ્યાં ફૂલને, દીપુની પડપૂછ.

પાથરણું છે પ્રેમનું, નભને ઓઢ્યું આજ
કરવાનું શું એકલા ? બીજો સરજ્યો તાજ.

પ્હેલો નંબર આવવા ભણતો તારા પાઠ.
સ્નાતક તારી યાદનો, છે રજવાડી ઠાઠ.

આજ અમારે ગૂંથવી, સપનાંઓની ખાટ
આછી આછી રાતમાં, નીકળ્યા નિંદરવાટ.

કોનાથી આ છૂટવું ! કોની વાળી ગાંઠ !
અઢી અક્ષરો ઘૂંટતા, વરસ ગયાં છે સાઠ.

દીપુ, પૂરવ દેશમાં, સૂરજ ડૂબ્યા સાત
ઝળહળ થાતા સ્હેજમાં, તમે ઊભાની વાત.

સૌજન્ય : “કવિલોક” : જુલાઈ-અૉગસ્ટ 2014, પૃ. 10

– હરદ્વાર ગોસ્વામી

હરિશ્ચંદ્ર જોશી – કોણ ભીનો આપે આધાર

કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?

કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?

ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.

આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.

લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.

બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.

– હરિશ્ચંદ્ર જોશી

હરીન્દ્ર દવે – અનહદનો સૂર

-હરીન્દ્ર દવે (

હરીન્દ્ર દવે – અનહદનો સૂર

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – આંસુને પી ગયો છું

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – આજ તો તમારી યાદ નથી

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – આપો તો

મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે …

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – આમ એવી શૂન્યતા છે કે

આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.

આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.

હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.

હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.

એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.

તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – ઉખાણું

દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

-હરીન્દ્ર દવે

pragnaju - હરીન્દ્ર દવેનું આ સરસ કાવ્ય
દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ,માંડું રે એક વાત અવાર નવાર બ્લોગ હોય છે.તેને સાંભળવાની તો ઔર જ મઝા-
આ પુરું થાય તે પહેલાં તો અનેક રચનાઓ મનમાં ગુંજી ઊઠે!જેવી કે ચાલ વરસાદની મોસમ છે,વરસતા જઇએ,પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં,મેળો આપો તો એક માનવીની સંગ,અને એકલતા આપો તો ટોળે,માધવ ક્યાંય નથી મધુવનમાં કે સમય

સુરેશ જાની - ઉખાણાંનો ઉકેલ ક્યાં?
ર.પા. નું ઉખાણાકાવ્ય યાદ આવી ગયું –
દરીયામાં હોય એને મોતી કહેવાય પણ આંખોમાં હોય તેને શું? …

હરીન્દ્ર દવે – કોઈ અમથું અમથું કાં યાદ આવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે.

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – કોને ખબર

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – ચરણ રુકે ત્યાં કાશી

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

સુરેશ જાની - મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !
સર્વાંગ સુંદર અને પૂર્ણ રીતે હકારાત્મક આ કવિતાનો અંત આટલો નીરાશા જનક કેમ કર્યો હશે?

વિવેક - મારી નજરે તો આ કવિતા અંત લગી સકારાત્મક જ છે… મૃત્યુને નિરાશા શી રીતે ગણી શકાય? મોતને માંગતી વખતે પણ કવિ જાગૃત છે અને એથી જ મૃત્યુને એ સુધારસ-પાન સાથે સરખાવી શકે છે… કવિએ ખૂબ સરસ રીતે વ્યક્તિને સમષ્ટિ સાથે સાંકળી લીધી છે…

તા.ક. પ્રાશી એટલે ખાનાર…

UrmiSaagar - …જાગી લઉં કદી દુષ્કર વરદાન….
‘જાગી’ ની જગ્યાએ કદાચ ‘માંગી’ શબ્દ હશે…???

સુંદર કવિતા!

nilamdoshi -મૃત્યુ તો સત્ય,શિવમ,સુન્દરમ!!! …જોકે લખવું કે બોલવું જેટલુ સહેલુ છે…..એટલો સ્વીકાર આસાન નથી જ.મારું પ્રિય કાવ્ય

હરીન્દ્ર દવે – જાણીબૂઝીને

-હરીન્દ્ર દવે

Pancham Shukla - What a fine balance of love and social responsibility !

હરીન્દ્ર દવે – જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – જ્યાં ચરણ

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – તમે કાલે નૈ તો

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરીન્દ્ર દવે

Jayshree - આ સુંદર ગીત અહીં સાંભળો :
http://tahuko.com/?p=429

હરીન્દ્ર દવે – માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી:
યાદ તેની બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં…

શિર પર ગોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં.

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – મેળો આપો તો

મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – મ્હેકમાં મ્હેક’ મળી જાય

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

-હરીન્દ્ર દવે

વિવેક - પહેલા ફકરામાં એક પંક્તિ ચૂકી જવાઈ છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

-સુંદર કવિતા…

SV- Thanks VivekBhai.

હરીન્દ્ર દવે – વરસાદ

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

-હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે – વરસાદની મોસમ છે

સુરેશ જાની - આ મને બહુ જ ગમતું ગીત છે, જે અજિત શેઠ ની સંગીત ભવન સંસ્થાએ લયબદ્ધ કર્યું છે. પણ ગીત સાંભળતાં ઘણા શબ્દો હું સમજી શકતો ન હતો. આજે આખું ગીત વાંચવા મળ્યું.
ખૂબ ખૂબ આભાર.

હરીન્દ્ર દવે – વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

-હરીન્દ્ર દવે

હરીશ પંડ્યા – ગઝલનું વિશ્વ

લો ગઝલનું વિશ્વ નવલું ઝળહળ્યું છે,
પાંખ ફેલાવી વિહરવાનું મળ્યું છે.

સાથ એનો જાત મહેંકાવી રહે છે,
ગુલમહોરી છાંય નીચે મન ઢળ્યું છે !

કેટલો આનંદ ઉરને થાય આજે,
એક સમણું ભરબપ્પોરી તો ફળ્યું છે .

રણ ભલે ચોપાસ વિસ્તરતું રહે ને !
સાંભરણમાં એક ઝરણું ખળખળ્યું છે.

મેં શરન લીધું ગઝલનું જ્યારથી આ
દર્દ અંગત – પારકું જાણે હળ્યું છે.

– હરીશ પંડ્યા

હરીશ મીનાશ્રુ – આપું છું

દર્દ આપી દમામ આપું છું
હું હકીમોને હામ આપું છું.

જીભને તારું નામ આપું છું
માત્ર તકિયાકલામ આપું છું.

નગર હું લામુકામ આપું છું
ને તને ઇંન્તઝામ આપું છું.

જાણે જમશેદનો પિયાલો હો
એ રીતે રિક્ત જામ આપું છું.

એક હથિયાર શૂન્યનું ઘડવા
શ્બ્દનાં હાડચામ આપું છું.

ઇસ્મેઆઝમને જીલ્બ્બેક કહી
આજ મક્તાનું ધામ આપું છું.

– હરીશ મીનાશ્રુ

pragnaju - જીભને પણ મોચ આવે તેવા શબ્દોથી રચના કાંઈક નોખી લાગી !
આ રચનાનું રસ દર્શન કરાવશો?
ખાસ કરીને આ શેરનૂં
ઇસ્મેઆઝમને જીલ્બ્બેક કહી
આજ મક્તાનું ધામ આપું છું.

હર્ષદ ત્રિવેદી – કાંકરી ખૂંચે છે

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે !

હર્ષદ ત્રિવેદી

ડૉ . વિવેક ટેલર - ખૂબ સુંદર ગીત… અંતર્ભાવોનું અદભૂત આલેખન… દરેક વખતે શબ્દો વધુ પ્રગાઢ આલિંગન આપતા જણાય છે.. ઊર્મિ ની સુંવાળપ અને કશુંક ખૂંચવાનો વિરોધાભાસ અહેસાસ ને અડતો રહે છે… અભિનંદન બંને ને- ગીતકાર અને ગીત નો આસ્વાદ કરાવનાર ને!

મૃગેશ શાહ -ખુબ જ સુંદર કાવ્ય છે આ. ધન્યવાદ કવિને અને આભાર જાગૃતિમેડમ અને ફોર એસ.વીનો આ કાવ્યનું રસાઅસ્વાદન કરાવવા માટે.

DEEPAK TRIVEDI - ડંખે છે મને !——-દીપક ત્રિવેદી
નિજ શ્વાસોચ્છવાસ ડંખે છે મને !
આંધળો વિશ્વાસ ડંખે છે મને !
ખૂબ ઊડ્યો છું હવા લઇ પાંખમાં-
એ નું એ આકાશ ડંખે છે મને !
એક મુઠ્ઠી લઇ અને વાવી દીધો-
એ જ લીલો ચાસ ડંખે છે મને !
આંગળીમાં એ અચાનક જઈ ચડી-
વાંસની એ ફાંસ ડંખે છે મને !
ગોખલે દીવો કરું છું તે દિવસ-
બે-ઘડી અજવાસ ડંખે છે મને !
—-દીપક ત્રિવેદી

હસતે મુખ રસ્તામાં વેર્યા,

હસતે મુખ રસ્તામાં વેર્યા,
ફૂલ નશીબે ગુલાબ કેરા.
નીચા વળીને વીણીશું ક્યારે?
આજે આજે ભાઇ અત્યારે.

સુરેશ જાની - આ વાંચીને કલાપી યાદ આવી ગયા:-

ફૂલ વીણ સખે! ફૂલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

હસમ વૈધ – જેણે મારી નથી ફિકર રાખી

જેણે મારી નથી ફિકર રાખી,
એની પર મેં સદા નજર રાખી.

આવતી કાલ શું ભલું કરશે,
આજની જૉ નથી ખબર રાખી.

એજ કરશે શરાબની તારીફ,
પ્યાલી જેણે પીધા વગર રાખી.

એનાં દુ:ખો અનંત રહેવાનાં,
જેણે સુખમાં નથી સબર રાખી.

ઉન્નતિ ચૂમશે કદમ એના,
જેણે દ્રષ્ટિ સદા ઉપર રાખી.

નાવ જીવનની કયાં લઈ જશે,
જેણે હેતુ વગર સફર રાખી.

જિંદગીએ ખુદાને શોધે છે,
પાયમાલીથી જેણે પર રાખી.

આ ઉતાવળ શી આટલી `મોમિન’
મોત પહેલાં તેં કયાં કબર રાખી.

– હસમ વૈધ

J.T. - હૃદય બેસી જાય એવી સંવેદનશીલ રચનામાં વાચક મિત્રોને ‘મજા’ શું આવતી હશે તેની તો જાણ નથી, પણ બની શકે કે ‘મજા’ નો અર્થ ‘આનંદ’ સિવાય પણ બીજો કોઇ હશે.

જે હોય તે, સ્વતંત્ર દેશમાં પોતાના પ્રતિભાવો પ્રદર્શિત કરવાની બધાને બધી જ છૂટ હોય છે, બરાબર ને?

“ઉન્નતિ ચૂમશે કદમ એના,
જેણે દ્રષ્ટિ સદા ઉપર રાખી.”

સૌને શુભેચ્છાઓ અને SVનો આભાર.

pragnaju - sachot rIte satya vanchavama
aave tyare manama kasak thaya Che
“naava jivannI kyaM laI jashe,
jeNe hetu vagar safar rakhI ”
abhinandana

હસમુખ પાઠક – ગાંધી

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી.

– હસમુખ પાઠક

વિવેક - એક જ પંક્તિના કાવ્યોમાં મને ખૂબ ગમતું કાવ્ય…. આભાર…

હસે તેનું ઘર વસે

ડ્રસમાં તમે સારા લાગો છો, પંજાબીમાં તમે પયારા લાગો છો,
સાડીમાં કોઇ દી તમને જોયા નથી, માટે તમે કુવારા લાગો છો.

Dipti - Don’t you start on the sarees (like TP!). To date, he still nags me about sending him a picture of myself in a saree!!. I agree with JD in that this blog is a great idea to help us keep in touch with our language. Although I am Gujarati, I was brought up in Bombay and, therefore, speak better Hindi and Marathi than Gujarati. Hopefully, by reading your blog regularly, my Gujarati will improve :-).

JD says: - Funny one! Though I have heard it before.

Nice idea to start Gujarati blog. Slowly but surely I am going away from Gujarati and if you keep posting, I will be able to stay closer to Gujarati.I am subscribed! 🙂

JD

તૂષાર says: તમૅ તો સાડી વાળા ની દૂકાન બંધ કરાવી દેશો આવી કવિતા લખી ને

SP says: Prabhat na Pushpo gana vahala che. Keep up the good work

સુરેશ જાની says: વાંચવાની મજા આવી ગઇ. આના લેખક કોણ છે?

Uttam Gajjar says:

May 22, 2006 at 11:35 am

khub danyava’d…

vaha’li Gujra’ti ni seva’ karta’ raho..

Currently at:

Jackson,Mississippi-USA

હસે તેનું ઘર વસે

લોકો કહે છે કે “હસ્યા તેના ઘર વસ્યા”
પરંતુ એ કોણ જાણે છે કે –
ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

હસે તેનું ઘર વસે હિતેન આનંદપરા – આ માણસ બરાબર નથી

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

હિતેન આનંદપરા

હિતેન આનંદપરા – આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

Amisha says:

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા

આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

વાચ્તાં વાચ્તાં આસું આવી ગયા. ઘણી સુંદર ગઝલ.

deepika says:

આખી જ ગઝલ સરસ છે, પણ મને આ પંક્તિ વધારે ગમી.

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર

સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

વિવેક says:

દીપિકાની વાત સાથે સહમત થયા વિના રહી શકાય એમ નથી… આખી ગઝલ સાદ્યંત સુંદર છે… બધા જ શેર ઉત્તમ….

Rahul Shah - SURAT says:

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં

બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

Real Truth – Salute My Dear Friend.

Krunal says:

આખી ગઝલ ખુબ જ સ….રસ છે. વાચીને મનહરબભાઈ ઉધાસે ગાયેલુ ઍકઁ મુકતક યાદ આવી ગયુ.

” મે નદી પાસેથી માગી હતી નીમઁળતા મળી,

ફુલ પાસેથી મે ચાહી હતી કોમળતા મળી,

માઋ હમદદીઁ નો યાચક થયો માનવ પાસે થી,

શુ એ કેહવાની જરુરત છે કે નિષ્ફળતા મળી માનવ પાસે થી.”

Regards

Krunal – Dubai – U.A.E

only1_for_u@yahoo.com

હિતેન આનંદપરા – ઝાડ તને મારા સોગંદ

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ
કદી ઊડવાનું થાય તને મન !

વરસોથી એકજ જગાએ ઊભા રહી
તને કંટાળો આવતો નથી?

તારા એકે યે ભાઇબંધ એની પાસે
તને પ્રેમથી બોલાવતો નથી?
સાવ માણસ જેવો આ સંબંધ!

આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે
સૂરજ પર ગુસ્સો આવે?

વહેતી હવાને ખભે માથું મૂકીને
હૈયું ઠાલવવાનું ફાવે ?
તારા આંસુનું કેટલું વજન ?

ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે
કે છાયે બેઠેલી એક ગાય ?

સાંજ પડે પંખી એ પાછું ન આવે
તો પાંદડામાં ડૂમો ભરાય?
છોડ્યું ના છૂટે વળગણ

સાચું કહેજે એકે પંખીની જેમ
હવે ઊડવાનું થાય તને મન?
ઝાડ તને મારા સોગંદ.

– હિતેન આનંદપરા

વિવેક - સરસ ગીત, એસ.વી…. મજા પડી…. સુરેશભાઈ આમ પણ હિતેન આનંદપરા અને મુકેશ જોશીના નામ હંમેશા બે કવિ-મિત્રો જોડિયા ભાઈ હોય એ રીતે જ લેતા હોય છે…

હિતેન આનંદપરા – દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિશે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તું ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઇ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

મને મારા વીતેલા ચંદ દિવસો ભેટમાં આપો
થયો છું ખૂબ એકલવાયો જૂનું ઘર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઇની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઇ લાગ્યા કરે ચાદર બદલવાથી.

– હિતેન આનંદપરા

હિતેન આનંદપરા – નાનકડી કોતરોથી નદીઓ સરી પડે છે

નાનકડી કોતરોથી નદીઓ સરી પડે છે
મામૂલી એક ઘટના બહુ વિસ્તરી પડે છે.

લાચારી પણ ખરી છે, હદથી વધી ગઇ છે.
કોઇ વઢે એ પહેલા, એ કરગરી પડે છે.

છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી
અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?

એવી બને છે ઘટના કે ખિન્ન થઇ જવાતું
પીંછાની સાથે આખું પંખી ખરી પડે છે.

હું ગોઠવું છું પુસ્તકની જેમ જિંદગીને
અભરાઇએથી તો પણ ફરી ફરી પડે છે.

– હિતેન આનંદપરા

સુરેશ જાની says:

જિંદગીની વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ.

કયા કવિએ લખી છે તે યાદ નથી , પણ નીચેની પંક્તિઓ યાદ આવી ગઇ.

‘માનવ જીવનની ઘટમાળ એવી,

દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.’

સુરેશ જાની says:

કદાચ આ જ કવિની બીજી રચના છે જેનું સ્વરાંકન અમદાવાદના શ્યામલ- સૌમિલ મુન્શીએ બહુ જ સુંદર લયમાં કર્યું છે, તેની ધ્રુવ પંક્તિ છે :-

‘………ત્યારે સાળું લાગી આવે.’

તમારી પાસે તે હોય તો પોસ્ટ કરજો.

ઊર્મિસાગર says:

છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી

અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?

આજના જમાનાનું એક કડવું સત્ય!!

Rachit says:

Simply amazing and truthful!

Pancham Shukla says:

સુંદર ગઝલ…લાગણી ને અનુરૂપ છંદઃ

ગાગા લગા લગાગા; ગાગા લગા લગાગા,

ગાગા લગા લગાગા; ગાગા લગા લગાગા.

manvant patel says:

માત્રા કે અક્ષરમેળ સાથે મારે કંઇ જ

લેવાદેવા નથી.મારે તો સીધીસટ વાત !

ઊર્મિસાગરના લખાણ સાથે હું સંમત છું.

છંદને જગતમાં કેટલા ઓળખે ને જાણે છે ?

દા.ત.લ=લઘુ;અને ગા=ગુરુ !(સ્વર અને

વ્યંજન).કાવ્ય સરસ છે આભાર !

આ કાવ્ય કયા છંદમાં છે ?

Jayshree says:

Really Nice Gazal….

હિતેન આનંદપરા – બપોર

તપ્ત થયેલી બપોર
ઝાળઝાળ આકાશ આરોગે
વિલાતી ક્ષણોના સાન્નિધ્યમાં
સૂર્ય તેના તેજોમય સ્વરૂપથી અહંકારિત
ભડભડ બાળે સૃષ્ટિને
પડછાયાઓ માણસ કરતાંય ટૂંકા
ભટકે અહીં તહીં
તરસના કાળા ફીણાઉ પરપોટા ઓઢી
પીળાં પડી રહેલાં પાંદડાં
પીઠની લીલાશને બચાવવામાં વ્યસ્ત
મરણોન્મુખ ઊભેલું ઘાસ
ખેતરની કોરે ઊભેલા બળદને ચસચસ ચાવે
ગરમ લૂ વાગોળતું મુખ વરાળ ફેંકે
ઊના ઊના દેહથી દાઝી ગયેલી હવા
હાંફતા એઅવાજે પૂછ્યા કરે
રગોમાં વહી રહેલો સૂર્ય ક્યારે આથમશે ?

– હિતેન આનંદપરા

પંચમ શુક્લ says:

પ્રખર ગ્રિષ્મઃ

રગોમાં વહી રહેલો સૂર્ય ક્યારે આથમશે?

કદાચ આવનારી વર્ષાની વાછટે ધરાઈને.

વિવેક says:

પાણીનો પથરો મેં તો ફેંક્યો ગળામાં ને તૂટ્યો તરસનો કાચ તડ તડ તડ…

છો ને બળે ઊનાળૉ હવે ભડ ભડ ભડ…

ભુમિ says:

એસ વી, ધણી સરસ બપોરની કવિતાઓ તમે મૂકી છે:

– હિતેન આનંદપરા – બપોર

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – ભરબપોરની…

– રાજેન્દ્ર શાહ – બપોર

http://forsv.com/guju/index.php?s=%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0

આભાર.

હિતેન આનંદપરા – બસનું ભાડું

ચાર રૂપિયા બસનું ભાડું
રોજ સાલું ક્યાંથી કાઢું ?

જોઉ છું આકાશ સામે
તો તરત જુએ છે આડું

ભીંત પણ થાકી ગઇ છે
કેટલા મુક્કા પછાડું ?

ટ્રેનમાં એવો ચઢું છું
હોંઉ જાણે ધાડપાડુ

ટેરવાં બરછટ થયાં છે
કઇ રીતે સ્પર્શો ઊગાડું?

રોજ પડછાયાઓ પહેરું
રોજ પડછાયાઓ ફાડું

મારા જેવા કોઇકને હું
આયનામાંથી ભગાડું

– હિતેન આનંદપરા

હિતેન આનંદપરા – મળે

ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે,
તે છતાં લખતા રહો,
શકય છે આ માર્ગ પર,
આગળ જતાં ઇશ્વર મળે.

– હિતેન આનંદપરા

સુરેશ જાની says:

બહુ જ સુંદર વિચાર.

માત્ર લેખન જ નહીં. કોઇ પણ સર્જનની પ્રક્રિયા માણસને સર્જકની નજીક લઇ જાય છે. દરેક સ ર્જિતની અંદર જ સર્જક છૂપાયેલો છે. અહમ્ નું આવરણ નીકળી ગયું અને સર્જકની અનુભૂતિ થઇ ગઇ.

Urmi Saagar says:

આ પંક્તિઓ તો જાણે કવિએ અમારા જેવા માટે જ લખી હોય એવું લાગે છે!

વાત તો સાચી છે… ઘણુંયે ખૂટે છે અને ઘણુંયે તૂટે પણ છે…

છતાં કાલીઘેલી ભાષામાં લખતાં જ રહીએ છીએ ને!!

અને આગળ જતાં શું મળે એની ચિંતા પણ કોને છે!

આ ક્ષણમાં જીવતાં જીવતાં શબ્દોની થોડી ભાંગફોડ તો કરતાં જ રહીશું…

ખરું ને સુરેશઅંકલ!!

સરસ પંક્તિઓ શોધી છે, આભાર એસ વી!

ઊર્મિસાગર

http://urmi.wordpress.com

સુરેશ જાની says:

અહીં મેં એવું અર્થ ઘટન કર્યું છે કે, આ દર્શન લખવાની વાત પૂરતું મર્યાદિત નથી.

જીવન આખું એક સર્જન પ્રક્રિયા છે. માતાના ગર્ભાશયમાંથી લખાવાની શરૂ થયેલી આ કવિતા તેના અંત સુધી ચાલુ જ રહે છે. અને પછી ખેલ ખતમ ….

હર ક્ષણે નવું સર્જન થઇ રહ્યું છે તેવા ભાવ અને પ્રેમથી આ જીવનને સ્વીકારો, અને આ ક્ષણમાં જ જીવવાનું શરૂ કરો તો પેલું ચૈત્ય તત્વ જેને તમે સર્જક કહો કે ઇશ્વર કહો છો તેનો તરત જ આવિર્ભાવ થવા માંડશે.

nilam doshi says:

થોડા શબ્દો માં ઘણુ કહી દીધુ.ખૂબ સરસ,અભિનન્દન.કવિ ને અને પ્રકાશક ને

chetna says:

hello…hiten ji r u from rajkot?..pls let me know..coz some one hiten i knew him…he is also anandpara…so pls …if u dont mind..pls may i ask about u?.

Jayshree says:

શકય છે આ માર્ગ પર,

આગળ જતાં ઇશ્વર મળે.

These kind of Hope only provides energy to keep on fighting with present situations….

હિતેન આનંદપરા – સંબંધ છે, પળમાંયે તૂટે

કેટલું યે સાચવો તોય આ તો
સંબંધ છે, પળમાં યે તૂટે

વર્ષોથી લાડમાં ઊછરેલા શ્વાસ
કદી એકદમ અણધાર્યા ખૂટે

સીંચીને લાગણીની વેલને ઉછેરો
ને વેલ કેવી વીંટળાતી જાય

આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.

ડાળીને અંધારા ફૂટે
સંબંધ છે પળમાં યે તૂટે

અળગા થવાનું કાંઇ સહેલું નથી
ને સાથે ટહુકાઓ રૂંધાય.

નાનકડા ઘર મહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાં યે તૂટે.

– હિતેન આનંદપરા

વિવેક - મજા પડી ગઈ… સરસ મજાનું ગીત લાવ્યા, મિત્ર !

સંબંધ છે, પળમાં યે તૂટે
-મજાની ધ્રુવપંક્તિ…

અને આ અંતરો પણ મજા પડે એવો થયો છે-

સીંચીને લાગણીની વેલને ઉછેરો
ને વેલ કેવી વીંટળાતી જાય

આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.

-કેટલું મજાનું અવલોકન ! વેલના ફંટાવાની વાત કરીને હિતેનભાઈ કેટલું બધું કહી જાય છે… મજા પડી… સાચ્ચે જ…

હિમાંશુ પટેલ – ઉનાળુ રસ્તો

તારા ઉનાળુ પડછાયા માટે
તીવ્ર લાલસા છે; ફરીફરી
પાછી ફર્યા કરતી લીલ જેવી.
પથ્થર નીચે કળણમાં સંકોડાયેલી
હવા હજું હુંફાળી છે. યાદ કર
નિગાળો, પણ ખંડેર અને છ્તાં
સઘળું વર્તમાન ; સપાટ ગોરાડુ તડકો
છે, ડમરીંમાં છટા,નાજુકાઇ
સૂક્ષ્મભેદ અને અંતહિન, અને
કોઇ ધ્યેય નથી કેવળ પછીથી લોપપામે

૮-૭-૨૦૦૯

-હિમાંશુ પટેલ(

હિમાંશુ પટેલ – કુટુંબ

બાપા હડ્કાયા પછી મારે,બાળક છ્તાં હયાત–
ચપ્પામાં બા હમેશા કટિંગબોર્ડ પર સમારાય,
અને શ્વેત ગરણામાં દદડે, અમે બધાં
જમણવારમાં વિસ્તરીએ, બા પ્રસાદમાં પોતનો
ઉપભોગ ધરેઃ કેવી રીતે બધું પચી જાય
થાળીમાં નગ્ન અને નિયત– બેડરુમમાં ચ્હેરા
આરડે, સંતાયેલા, વાગોળતા કુટુંબ વચ્ચે,
કચરાઇ અણીયાળા થતા દાંત સાથે, રોજ
રાત્રે, પુનરાવર્તન.

૮-૮-૨૦૦૯

-હિમાંશુ પટેલ

pragnaju - વાહ
તેની જ રચના યાદ આવી
હવે આ યુગ હોય કે પેલો શક્સંવત સમય,
ભાષા માણસ હોવું હતું–તમારે કુટુંબં મૂકી
જેલમાં જવું અને વધસ્તંભ સુધી કવાયત–
કોઈ કશું કહેતું નથી, પછી બધું લોકકથામાં
કે વૈતાલ કથામાં ફરી કેળવાય–કેવળ ઇશ્વર
આમતેમ ઊંચે ઉડ્યા કરે, શહેર થથરતા
સ્વરે ગુસપુસ કરે. કહોવાઈ જીવાત થઈ જાય,
વળીવળી બોલે–ફ્રોઈડ આપણું માપયંત્ર–ઈયળ
અભડાયું સ્વપ્ન–આપણી કરચોઃ લાદેનયુગ કે
શક્યુગ સમય ટૂચકો છે,દયાહીન,–merciless killing!!

હિમાંશુ પટેલ – હમણા

ક્રોધ
૧)
હમણા જ,
બૂટના તળીયામાં,
એક જીવડૂં ટેટી જેવું ફૂટ્યું,
૨)
હમણા જ,
એક કવિતા,
અનુવાદ કરી; સળગાવી દીધી.
૩)
હમણા જ,
એક વાસણનો
ગોબો ઉપાડી,ભોંયરામાં ફેંક્યું.

સહાનુભૂતિ
૧)
હમણા જ
તળીયે ફૂટેલું જીવડું
ખાડામાં દાટી ઉપર અગરબત્તી રોપી.
૨)
હમણા જ
બળેલો કાગળ
તેલમાં ભેળવી, મેસ આંખમાં આંજી.
૩)
હમણા જ,
ફેંકેલા વાસણમાં
છાશ – રોટલો ચોળી,ઓડકાર ખાધો.

કવિતા

બે વચ્ચે ટૂંકામા ટૂંકુ અંતર તેઃ હમણા.

(૭-૧૨/૧૪-૨૦૧૨)

હિમાંશુ પટેલ

હિમાંશુ પ્રેમ – કૃષ્ણ

કૃષ્ણ કાલિન નાગને નાથીને જેવા નીકળ્યા
જળ જમુનાના અચાનક એ પછી કાળાં થયાં,
અંતનો અવરોધ થઇ અવકાશ અહીં પ્રસર્યો સકળ
શૂન્યમાંથી સામટા એથી જ સરવાળા થયા.

– હિમાંશુ પ્રેમ

pragnaju - સુંદર મુક્તક
ચાલો
હરિવરને કાગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…
જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

હિમાંશુ ભટ્ટ હિમાંશુ ભટ્ટ – આખરી તું દાવ જીતી જાય તો !

(ખાસ ગૌતમ એમ. ઢોલરિયાને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

– હિમાંશુ ભટ્ટ

આવર્તન says:

હિમાંશુ ભટ્ટની સુંદર ગઝલ…

જોગાનુજોગ ગઈ કાલે જ આ ગઝલ લયસ્તરો પર પણ માણી.

SV says:

I am glad that the ghazal was posted elsewhere. This ghazal was sent and with permission to post was posted on “પ્રભાતનાં પુષ્પો”.

Unfortunately I don’t have the luxury of time to check our so many wonderful Gujarati blogs.

વિવેક says:

પ્રિય મિત્ર,

લયસ્તરો પર આ કૃતિ મેં જ ગઈકાલે મૂકી હતી… અને આજે અહીં જોતાં મને હર્ષ જ થાય છે… આપણો હેતુ આપણા સાહિત્યના મોંઘેરા રત્નોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે, નહીં કે મારું-તારું કરવાનો ! આ ગઝલ નથી મારી કે નથી તમારી, આ ગઝલ છે હિમાંશુભાઈની અને આપણા ગુજરાતી સાહિત્યની…

લયસ્તરો અને પ્રભાતના પુષ્પો- બંનેનો વાચક વર્ગ અલગ હોવાથી આ કૃતિ બંને સ્થાને હોવાથી વધુ ને વધુ ભાવકોને પહોંચી શક્શે… અને મારા માટે તો આ બંને બ્લોગ મારા પોતાના જ છે… એટલે આવા કોઈ જોગાનુજોગને દિલ પર લેશો નહીં…

–આપના પુષ્પોની સુગંધ જ અનેરી અને અદકેરી છે…. આ પમરાટ ક્યાંય પણ કોઈપણ કારણોસર અટકે નહીં એ જ ધ્યાન રાખજો…

સુરેશ જાની says:

અરે! એસ. વી. તું તો કમાલ કરે છે. આ થીમ સ્વીચરનો વિચાર સરસ છે. પણ આ બેકગ્રાઉ ન્ડ કાળાની જગ્યાએ ઘેરો વાદળી કે બ્રાઉન થાય તો આંખોને ના ખૂંચે.

Himanshu Bhatt says:

Friends

Please feel free to post any of my ghazals as you see fit. For courtesy, let me know at hvbhatt@yahoo.com that you have done so. This way I can get a pulse of the reader reactions and stay connected and tuned.

Himanshu

હીરાબહેન પાઠક – પરલોકે પત્ર

તેથી, જત લખવું કે,
એ પરલોક
જોયાંની મને હોંશ,
રહ્યાંની મને હોંશ
વળી આંહી કાંઇ નથી બાકી !
બ … ધું … સમેટયું, બ … ધું … તૈયાર,
તો બોલાવી લ્યો,
એટલી જ વાર
ને પ્રિય ?
પેલી જે વીસર્યા
તમારી માનીતી લેખણ
તેય સંગે લાવું ને ?
લખજો.
તેડું વેળાસર મોકલજો,
એ જ
લિખિતંગ
તમભણી પ્રયાણાર્થે
ઉત્સુક્તાના, તત્પરતાના
દર્શનાભિલાષ.

– હીરાબહેન પાઠક

હીરાભાઇ ઠક્કર – કર્મનો સિધાંત

Shri Hirabhai Thakkar (1918-2001) was an eminent preacher and author who devoted his life to the study of Vedic philosophy.

Click the links:
– for Gujarati version of his classic work – Karma No Siddhanta (Theory of Karma) .
– for English version

To listen to Shri Hirabhai Thakkar’s talk click the Play button below:

હેમંત ધોરડા – લીટી

એને તો બસ
સરખી એક લીટી દોરવી હતી

કંઈ વિષુવવૃત્ત દોરવું નહોતું
કે દોરવા નહોતા રેખાંશ કે અક્ષાંશ
કે ઝૂપડી ફરતે યુગોયુગો પછી પણ ટકે તેવી ધૂળમાં દોરાયેલી અભેદ્ય આણ
કે સુ કે કુ દર્શન કરાવતા ચક્રની ધાર
કે ટંકારદાર ધનુષની પણછ
કે મોનાનું લીસ્સું સ્મિત
કે પાતળી પરમાર્યની કેડ ફરતે કંદોરો
કે કરિયાણાવાળા વાણિયાની વહીમાં રોજેરોજની આણપાણ
એને તો બસ

કેટકેટલું બધાએ કહ્યું એને
કહ્યું એને કે ખળખળતા ઝરણ પર વહનભર દોર તરલ લીટી
કે વન ઉપવનમાં સુમનથી સુમન લીટી સુવાસિત
કે પ્રભાતે વૃક્ષમાં ડાળડાળ વચવચાળ લીટી કલશોરી
કે પીંજેલા કાળા રૂના ઢગલા જેવાં વાદળાં વચવચે ઝબૂકતી લીટી
કે લપકતી અગનજ્વાળાઓની ટોચને ટોચ સાથે સાંકળતી લીટી કેસરિયાળ

કંઈક લીટી દોરી હતી એણે આમ તો
તેમ પણ
એવી પણ
તેવી પણ
જેવી પણ
કેવી પણ
પણ જોતા જ આંખ ઠરે?
પણ વળે કાળજે ટાઢક?
પણ થાય બત્રીસે કોઠે દીવા?
પણ આવે દોર્યાનો ઓડકાર?
પણ પ્રથમ બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચતાં પૂરો થઈ જાય આજનમ કોડ?

એને તો બસ
સરખી એક લીટી દોરવી છે.

– હેમંત ધોરડા

હેમંત પુણેકર – આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ

આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ
ને પછી જિંદગી અજમાવી જુઓ

તમને ઊડાડવા આતુર છે પવન
એકવખત પંખ તો પસરાવી જુઓ!

આખી દુનિયાને સમજ આપો છો
કોકવખત જાતને સમજાવી જુઓ

એ પણ એક જાતનું તપ છે મિત્રો
જે નથી ફાવતું ફવડાવી જુઓ

એ ઇશારો તો ન સમજ્યા હેમંત
એમને રોકડું પરખાવી જુઓ

(છંદ:- ગાલગા ગાલલગા ગાગાગા/ગાલલગા)

હેમંત પુણેકર

હેમંત પુણેકર – આવી ગયાં

ખોરડું છૂટ્યું અમે તો મહેલમાં આવી ગયા
સત્યથી તદ્દન જુદા આ ખેલમાં આવી ગયા
દિનના અજવાળામાં જે સૂતા’તા પાંપણને ખૂણે
રાત – આંખો બંધ – શમણા ગેલમાં આવી ગયાં

– હેમંત પુણેકર

pragnaju says:

દિનના અજવાળામાં જે સૂતા’તા પાંપણને ખૂણે

રાત – આંખો બંધ – શમણા ગેલમાં આવી ગયાં

યાદ

એવું રામરાજ્ય છે ! અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.

અહીંથી જ ઊગે છે સૂર્ય જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ

Ramesh Patel says:

દિનના અજવાળામાં જે સૂતા’તા પાંપણને ખૂણે

રાત – આંખો બંધ – શમણા ગેલમાં આવી ગયાં

….શ્રી હેમંતભાઈ

આપની ગઝલમય રીતે કહેવાનો આગવો અંદાજ ખૂબ જ ગમે છે.

રમેશ પટેલ(આકાશદીપ)

આપના લેખન માટેના પ્રોત્સાહન બાદ એક ગઝલ લખી છે ,કેવી લાગી ને માર્ગદર્શન પણ આપશો.

થાશે ડગર…(ગઝલ)…રમેશ પટેલ(આકાશદીપ)

-Pl find time to visit and comment

સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ

http://nabhakashdeep.wordpress.com/

With regards

Ramesh Patel

છંદ…બસીત (ગઝલ)

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

ધરા સ્વજનસી…રમેશ પટેલ(આકાશદીપ)

લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની

ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી

કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી

જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી

શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી

જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો

ફૂલો ધરી બનું હું પૂજારી ધરા સ્વજનસી

ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની

મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી

મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને

કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી

ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં

‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી

રમેશ પટેલ(આકાશદીપ)

વિવેક ટેલર says:

સુંદર મુક્તક…

હેમંત પુણેકર – એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

સ્વપ્નની રાખ સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

(છંદઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

હેમંત પુણેકર

હેમંત પુણેકર – કાબૂ રહ્યો છે ક્યાં…

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર

સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર

મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર

શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર

પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર

– હેમંત પુણેકર

કુણાલ says: પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં

શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર

excellent !

હેમંત પુણેકર says:

મારી ગઝલનો અહીં સમાવેશ કરવા બદલ ધન્યવાદ! વાચકોનો પ્રતિસાદ આપવા બદલ ધન્યવાદ! આ ગઝલમાંથી એક હઝલ પ્રકારનો શેર પછી થી રદ કર્યો હતો, એ કંઈક આ પ્રમાણે હતોઃ

હું બકરો થઈને વાઘનું ભોજન બની જઈશ

આવીને ઊભી રહે જો એ સામે મચાન પર 🙂

pragnaju says:

સુંદર ગઝલ

રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે

રસ્તા બધા જ જાય છે એના મકાન પર

પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં

શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર

વાહ

આ ગઝલમાંથી એક હઝલ પ્રકારનો શેર પછી થી રદ કર્યો હતો,

એ કંઈક આ પ્રમાણે હતોઃ

હું બકરો થઈને વાઘનું ભોજન બની જઈશ

આવીને ઊભી રહે જો એ સામે મચાન પર

સારુ કર્યું- નહીં તો

ખસમ પણ ખોતે

Pancham Shukla says:

ગઝલના મિજાજ અને બંધારણને વફાદાર રહી કામ કરતા આ કવિની ગઝલોમાં પરંપરાની ગઝલોની સુગંધ અનુભવાય છે. જોકે ૨જા શેરમાં આધુનિકતાની છાંટ પણ તરત નજરે ચડે છે.

આ કવિ પાસેથી ગઝલની જેમ ઉત્તમ હઝલ પણ મળી શકે એમ છે.

himanshu patel says:

રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે

રસ્તા બધા જ જાય છે એના મકાન પર

આખી ગઝલ ગંઈ તેમાં આ જરા વધારે ગમ્યો.

વિવેક ટેલર says:

સુંદર રચના… ખાસ્સી હળવી પણ મજાની!

Vivek Kane 'Sahaj' says:

ક્યા બાત હૈ હેમંત ! ક્યા કહને !

હેમંત પુણેકર – થાકી ગયો છું હું

એ રીતે રોજ મન મારી હવે થાકી ગયો છું હું
તને જીતાડવા હારી હવે થાકી ગયો છું હું

કદી વારું, કદી ડારું, કદી પુચકારું, ફટકારું
આ મન ઊપર મગજ મારી હવે થાકી ગયો છું હું

રુદનને ઊગતું ડામો, અધર પર સ્મિત ફરકાવો
આ રોજેરોજ અદાકારી, હવે થાકી ગયો છું હું

બધા તકલાદી સંબંધોની તકવાદી ગણતરીમાં
સતત રાખી તકેદારી હવે થાકી ગયો છું હું

તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું

(છંદઃ- લગાગાગા X ૪)

હેમંત પુણેકર (

હેમંત પુણેકર – નોંધ લેવાશે

મેં ભીતર સૂર્ય ભાળ્યો છે જગતને પણ એ દેખાશે
અગન અંદરની જ્વાળા થઈને ચારેકોર ફેલાશે
મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે

– હેમંત પુણેકર

Pancham Shukla says:

મઝાનું મુક્તક છે.

હેમંતભાઈ, શયદા, બેફામ , …., સૈફ, કૈલાસ પંડિત જેવા શાયરોના રાજમાર્ગ તમારા પગલાંની છાપ પણ નોધાશે જ એવો વિશ્વાસ છે.

વિવેક ટેલર says:

સુંદર મુક્તક… સવાર સલૂણી થઈ ગઈ…

jjugalkishor says:

મારી ‘નોંધ લેવાશે’ની બીકે પણ આ નુકતેચીની (કમેન્ટ) મૂકવી જરૂરી છે !! તમારી કાવ્યભર ધમકીને વશ આજે આ મૂકી રહ્યો છું.

શ્રી પંચમે સાવ સાચું કહ્યું. ને શ્રી વિવેકે સ–લૂણું શબ્દથી સબરસશુ કહીને એમની (એકલાની જ શા માટે, સૌની નહીં ?)સવાર સુધર્યાનો ઉચિત ઉલ્લેખ કર્યો.

પ્રથમ બે પંક્તિઓમાં તમે અનુભૂતિ (તમને જે ‘દેખાયું’ છે તે) અને અભિવ્યક્તિ (જે ફેલાવાનું છે તે)ની વાત કરી છે. સર્જકની ભીતરી આગ અને ભાવકો ઉપર થઈ શકતી એની શક્ય અસરોને અત્યંત સંક્ષેપમાં બતાવી છે.

બીજી બે પંક્તિઓમાં તમે સાવ બીજી જ દુનિયામાં લઈ ગયા છો !!

pragnaju says:

યાદ

એક ઘેરો રંગ છે મારી ભીતર,

મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,

જીભ પણ બેઢંગ છે મારી ભીતર. ….

સૂર્ય સાંખી લેશે મારું ઊગવું

શીશ હું ઉંચકીશ તો આકાશ બેઅદબી કે ગુનો નહીં ગણે… …

હેમેન શાહ – જોઇ લો

આટલાં વર્ષોનું ડહાપણ જોઇ લો,
છે અપેક્ષા દુ:ખનું કારણ જોઇ લો.

એ ગલીમાં પાછો હું ક્યાંથી ફ્રરું?
આંખ ને અશ્રુનું સગપણ જોઇ લો.

નાનું જે માગ્યું હતું, એ ના મળ્યું,
પણ મળી બહુ મોટી સમજણ, જોઇ લો.

માતૃભૂમિ જન્મ દે, પોષે, છતાં,
છે નમન કરવાની અડચણ, જોઇ લો.

ધર્મ, જાતિ મોટા અક્ષરમાં હશે,
માણસાઇ માટે ટિપ્પણ જોઇ લો.

ન્યાય ક્યારે પણ, કશે હોતો નથી,
ન્યાયનો દેખાવ તો પણ જોઇ લો.

– હેમેન શાહ

વિવેક - હેમેન શાહની આ ગઝલ વાંચીને મને મારા બ્લોગ પર અગાઉ પ્રકાશિત કરેલી મારી ગઝલનો એક શેર યાદ આવી ગયો…

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

http://vmtailor.com/2006/09/blog-post_16.html

સુરેશ જાની - અપેક્ષા વિશે વાંચો –
http://antarnivani.wordpress.com/2006/11/03/post112/

http://antarnivani.wordpress.com/2006/11/06/post115/

હેમેન શાહ – તપાસ કર

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

– હેમેન શાહ

jagruti says:

ઇસુ વિશેની લોકપ્રિય પંક્તિ યાદ આવી –

तुमने सूली पे लटकते जिसे देखा होगा,

वक़्त आएगा, वही शख़्स मसीहा होगा ।

સુંદર રચના … ગહન ભાવોની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ.

pragnaju says:

સુંદર રચના

ઈસુ અને જુલિયસ સિઝરના કાળમાં જવા કરતા

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,

મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

ગમી

તે કરતાં ઊર્મિની વાત વધુ સચોટ લાગે છે

અંદર કદીક આવ તું, ઉરમાં પ્રવાસ કર,

ક્યારેક તો ખોજ તું મને! મારી તપાસ કર…

તારા વિનાની હું તને ક્યાંથી મળું પ્રિયે !

જો શોધવી મને હો, તો તારી તલાશ કર.

વિવેક ટેલર says:

હેમેન શાહની ખૂબ વિખ્યાત ગઝલ… ફરી ફરીને માણવાની ગમે એવી…

જય લક્ષ્મી માતા

(via અમીઝરણું )

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમ કો નિસદિન સેવત, હર વિષ્ણુ ધાતા. ૐ…

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા,
સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. ૐ…

દુર્ગારૂપ નિરંજની, સુખ-સમ્પતિ દાતા,
જો કોઇ તુમ કો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા. ૐ…

તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા,
કર્મ પ્રભાવ પ્રકાશિની, ભાવનિધિકી દાતા. ૐ…

જિસ ઘર તુમ રહતી, તહં સબ સદ્દગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહિ ઘબરાતા. ૐ…

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો પાતા,
ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા. ૐ…

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોવધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહિ પાતા. ૐ…

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઇ નર ગાતા,
ઉર આનંદ સમાતા, પાપ ઊતર જાતા. ૐ.

શ્રી ગણેશાય નમઃ


ૐ શ્રી ગણેશાય નમઃ

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ॥૧॥
પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્
ત્રુતિયં ક્રૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ॥૨॥
લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષષ્ટમમ્ ॥૩॥
નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ॥૫॥
વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્
પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ॥૬॥
જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાર્સૈઃ ફલં લભેત
સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશયઃ ॥૭॥
અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા યઃ સમર્પયેત્
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥૮॥
ઇતિશ્રી નારદપૂરાણે “સંકટનાશન ગણેશસ્તોત્રમ્” સંપૂર્ણમ્ ॥

sonal b soni - ek samay hari haldar sathe
ramta tali sathe laine
matinu tya dhefu j dithu
halve rahine re upadyu,
subhadrae najare dithu,
jai jashodajine kidhu,
lala e khadhi re mati……..ek samay

dodata dodata jashodaji avya,
lai soti lalane dhamkavya,
te kem khadhi re mati (2)…..ek samay

na na kahi hari mathu dhunave,
aakhoma ashuda lave,
me nathi khadhi re mati (2)….ek samay

sachi vat hashe jo tari,
to hu siksha nathi karavani,
ughad taru re mukhdu (2)…..ek samay

chaud brahmadna nath j ditha
jashodaji achambo re pamya(2)….ek samay

શ્રી હનુમાન ચાલીસા

શ્લોક
મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્ ।
વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે ॥
દોહા
શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી;
બરનો રઘુબીર બિમલ જસ,જો દાયક ફલ ચારી ।
બુદ્ધિહિન તનુ જાનકે, સુમિરો પવનકુમાર;
બલબુદ્ધિવિદ્યા દેહુ મોહિ હરહુ કલેશબિકાર ॥
ચોપાઇ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપિશ તિંહુ લોક ઉજાગર।
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા।
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી।
કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા..૪..

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનૈઊ સાજૈ।
સંકર સુવન કેસરી નંદન, તેજપ્રતાપ મહાજગવંદન।
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર।
પ્રભુચરિત્ર સુનિબે કો રસિયા, રામલખન સીતા મન બસિયા..૮..

સૂક્ષ્મ રુપ ધરી સિંહ દિખાવા, બિકટરુપ ધરી લંક જરાવા।
ભીમ રુપ ધરી અસુર સંહારે, રામચં કે કાજ સવારે।
લાય સજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે।
રઘુપતિ કીન્હીં બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઇ..૧૨..

સહસ બદન તુમ્હરો જસ ગાવૈ, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા।
જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે,
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા..૧૬..

તુમ્હરો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના।
જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ।
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિં, જલધિ લાંધિ ગયે અચરજ નાહીં।
દુગૅમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે..૨૦..

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે।
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રચ્છક કાહૂ કો ડરના।
આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તેં કાપૈ।
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ..૨૪..

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા।
સંકટ સે હનુમાન છુડાવે, મન કમૅ વચન ધ્યાન જાજો લાવૈ।
સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા।
ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ..૨૮..

ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા।
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે।
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા।
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા..૩૨..

તુમ્હરે ભજન રામ કો પાવૈ, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ।
અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જન્મ હરિભક્ત કહાઇ।
ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સવૅ સુખ કરઇ।
સંકટ કટે મિટૈ સબ પિડા, જો સુમરૈ હનુમંત બલબિરા..૩૬..

જૈ જૈ જૈ હનુમાન ગોંસાઇ, ક્રૃપા કરહુ ગુરુદેવ કી નાઇ।
જો સત બાર પાઠ કરે કોઇ, છૂટહી બંદિ મહાસુખ હોઇ।
જો યહ પઢે હનુમાન ચાલીસા, હોઇ સિદ્ધિ સાખી ગૌરીસા।
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્યદય મહઁ ડેરા..૪૦..
દોહા
પવનતનય સંકટ હરન, મંગલમૂરતિ રુપ ।
રામ લખન સીતા સહિત, હ્યદય વસો સુર ભૂપ ॥

Clarification of my publishing policy

1. Clarification of my publishing policy

Because of some intemperate comments from some of you, it seemed to me appropriate to explain my views on publication of literature that is either in the public domain, or readily available from many easily accessible sources. It is simple: anyone may disseminate such material and the only credit that need be given is to the original author. I have not felt it necessary to credit libraries, textbooks, newspapers or anthologies as previous disseminators of poems, and I have a similar policy toward my fellow electronic disseminators. Naturally, if someone has written the poems he publishes on his blog, I must ask his permission before I quote him; or if someone has himself translated a poem by someone else, I will ask his permission. But no-one in the blogging world feels it is at all necessary to credit other bloggers for having disseminated well-known and readily available material. For one thing, on what grounds would blogger A suppose blogger B obtained the poem from him, rather than from a library or a textbook? And for another, simply quoting someone else’s work, without having added anything to it, gives no one any rights in it. Obviously.

2. Because of the intemperate nature of some of the comments I have received – from very few persons, I am happy to say, since most of you are sweet-natured and supportive, and a joy to hear from – I am now screening the comments which will appear on my blog. Since I have very little time lately to spend on what is only a hobby, undertaken for the love of the literature, this may mean that even your sweet-natured and supportive comments may be slow to appear. That is too bad, but we all know how some people can spoil a pleasant situation for all the rest. Please bear with me and all this will pass

You friend and fellow lover of Gujarati poetry, SV

તૂષાર says:

Good work keep it up! Let the barking dogs bark!

Kartik Mistry says:

SV, Keep Good Work on! People will always make obstacles in Good work, but never take look at them. Carry on your work!

Tejas Patel says:

Hey SV, I understand your point mate although I have’nt read the comments that you are referring to. But don’t get disheartened and keep up your good work. Very best luck.

Avinash says:

I refrain from commenting on any blogs but for this I totally agree with what you are saying. I have seen the comment you mentioned and was definitely done in bad taste and was illogical and irrational. But what amazed me, is the grace and maturity you handled the situation (without mentioning the person, or maligning). That is a quality to cherish and I respect you for that. To me that is the difference between the two bloggers.

You may never see me comment but am a regular reader of your blog. You are doing good work; don’t let minor irritants bother you.

arvind adalja says:

Really after visiting your blog I felt I could have visited earlier. I heartly appreciate your collection. keep it up.I have also my blog if time permits you may please visit it and send your comments. You may visit on http.arvindadalja.wordpress.com . thanks.

I am,

Arvind

HINDUISM – SCIENTIFICALLY proven RELIGION

Must see for every seeker of the Truth.

It’s our moral responsibility that we work towards changing the history as it is ‘still’ taught in India (Arya invasion, etc.).

HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 1 of 3)

HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 2 of 3)

HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 3 of 3)

For more information visit Gosai.com

himanshu patel says:

મેં ત્રણેવ ભાગ જોયા અને શાંભળ્યા.મને હિંદુત્વ પ્રત્યે પુનઃવિચાર કરતો કર્યો.જોકે મેં કાવ્યોમાં હિન્દુ મિથનો ખાસ્સો ઉપયોગ કર્યો છે મારા અસ્તિત્વમુલક અભિગમો માટે.

આની જરુર છે, અને એ અહી પ્રભાતના પુષ્પોમાં આજે મળ્યું.આભાર

pragnaju says:

ત્રણે ય ભાગો ખૂબ સરસ

ધર્મ વિષે ટીકા કરતા પહેલા આનો અભ્યાસ કરવાથી સમાધાન થઈ જાય

Jay says:

Good enlightening experience. Thank you so much for sharing on your blog.

mahendra thaker says:

uparni 3 books no gujarati anuvad athva gujarati books kai jagyaye thi malse ?pls koi na dhyan mo hoy to batavso

site issues

To all my readers: Yes, the site / blogs do have a problem. It seems the hosting company lost their servers and had to build new ones. They did not have the latest backup and hence some posts are missing. They are still working on it and that is the reason I am not blogging any new posts. Also note, old rss feed url may not work too.

Hopefully the problems will be fixed soon. Thank you all for your patience.

વિવેક We wish you & your blog all the best… So many Gujjus have started their own blogs but sadly very few are as active as yours. We wish your blog a speedy recovery…For queries email at need.more.intel@gmail.com