Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય

૨૮ મે ૨૦૦૬ માં શરૂ થયેલું “ ગુજરાતી સારસ્વત પરિચય ” એક વર્ષ ક્યાં પૂરું કર્યુ ખ્યાલ ન આવ્યો.

ફાધર વાલેસ થી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયા એ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
‘ગની’ દહીંવાલા એ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશી એ પરિચય આપ્યો.
મરીઝ એ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
‘શૂન્ય’ પાલનપુરી એ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
ઝવેરચંદ મેઘાણી એ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠી એ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈ એ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદાર એ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર , સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
રાવજી પટેલ એ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
ઈન્દુલાલ ગાંધી એ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈ એ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
રાજેન્દ્ર શુકલ ના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠક એ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
મકરન્દ દવે નો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
ચંદ્રકાન્ત બક્ષી નું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘ બેફામ ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
જયંતિ દલાલ નું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
શ્યામ સાધુ જી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
કરસનદાસ માણેક , તમારું જીવન અંજલિ થયું
મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષી જી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.
અશોક દવે , તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપવા બદલ સંચાલકો : સુરેશભાઈ જાની, જુગલકીશોર વ્યાસ, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગરનો ખુબ આભાર.

Tags : અખો , અમૃત ઘાયલ, ઉમાશંકર જોષી , કરસનદાસ માણેક , કૃષ્ણલાલ શ્રીધરાણી , જગદીશ જોષી , ઝવેરચંદ મેઘાણી , નરસિંહ મહેતા , નરસિંહરાવ દિવેટીયા , નાથાલાલ દવે , નિરંજન ભગત , પિનાકિન ઠાકોર , મકરન્દ દવે , મનોજ ખંડેરિયા , મરીઝ , રમેશ પારેખ , રાજેન્દ્ર શાહ , રાજેન્દ્ર શુકલ , રાવજી પટેલ , સુરેશ દલાલ , સૈફ પાલનપુરી , હરીન્દ્ર દવે

સુરેશ જાની - આભાર એસ.વી. , બહુ જ સરસ સંકલન.

તમારો આ સ્નેહ નવા વર્શમાં અમારા ઉત્સાહને બમણો કરી દેશે.

પંચમ શુક્લ says:

What a multi-threaded composition. A rainbow of words!

Abdul Khatri says:

Wonderful potpourri of thoughts. SV, you really know how to make a potpourri!

Been a pleasure knowing you. Do visit us when in London.

Mansi says:

A beautiful unique presentation style from SV. But then we never expect anything less from SV.

Many happy returns to “ગુજરાતી સારસ્વત પરિચય”.

ઊર્મિસાગર says:

અરે વાહ એસ.વી, ક્યા બાત હૈ… ક્યા સ્ટાઇલ હૈ!!

ખરેખર ખુબ જ મજા આવી ગઇ તમારી અનોખી સ્ટાઇલમાં વાંચવાની… આભાર!

Pingback: દ્વિતીય વર્ષના ઉષાકાળે « ગુજરાતી સારસ્વત પરિચય

Jugalkishor says:

એક વરસ થયાની વાતને આપે અવનવીન રીતે ને ભાવે મૂકી આપી છે. આવતું વરસ અમે સૌ આવા ભાવને અનુરૂપ કાર્યથી દીપાવીને સરસ્વતીની ને ગુર્જરીની કંઈક વધુ સેવા કરીએ એવી મહેચ્છા છે.

365 દીવસમાં 370 સારસ્વતોને સૌ સમક્ષ મૂકી આપીને સુરેશભાઈએ ગુજરાતી બ્લોગજગતને એક મહાન ભેટ ધરી છે. સુરેશભાઈ આવનારા બ્લોગજગતનું એક વિરાટ પગથિયું છે. એનાથી ઓછું સહેજ પણ એમને માટે કહી ન શકાય.

એ પગથિયે આવું સ્વાગત-પુષ્પ મૂકવા બદલ આપને પણ ધન્યવાદ.

જય says:

બહુ જ સરસ સંકલન–સાથે સાથે ફોર એસ વી પર મુકાયેલી વિવિધ રચનાઓ પણ સહેલાઈથી વાંચવા મળશે. આ પ્રશ્ન પુછતાં હું મને રોકી શકતો નથી. ‘ફોર એસ વી’ એટલે શું? જય

વિવેક says:

સુંદર સંકલન…. અભિનંદન, મિત્ર !

Minoo says:

Loved it. As Jai said, it also shows an easy access to the index and search.

I think SV is the initials of the blogger, am I right?

રજેશ્વરી શુક્લ says:

ખૂબ સરસ સંકલન કર્યું છે.એસ.વી અને ગુજરાતી સારસ્વત પરિચયને હાર્દિક અભિનંદન.

સમાચાર – ચાલો ગુજરાત

‘Chaalo Gujarat’ – World Gujarati Conference… is BACK…. and coming soon!!!!!

This year, AIANA (Association of Indian Americans of North America) is organizing a historical event again at Raritan Expo Center, Edison, New Jersey, USA on August 29th, 30th & 31st, 2008.

Behalf of the AIANA team, I would like to invite you all to come and join us this magnificent event… in celebrating the spirit of global Gujaratis and their relentless efforts towards making this world a better place to live…!! To be a part of this event is really a life-time experience… and I assure you that you will take home little bit more Gujarat with you than you came here with !

‘Chaalo Gujarat’ – World Gujarati Conference is an initiative to bring Gujaratis from all walks of life and all parts of the world, at point, under one roof. Chaalo Gujarat is an effort to motivate Indian’s, particularly younger generations, towards the rich cultural and traditional values of Gujarat. The event is not limited to business, educational, cultural, music, Folk dance, mini conferences but important issues of life and family values related and open discussions on diverse subjects of interest to the community. People of Gujarati-origin or born and brought up in Gujarat, their caste and religion notwithstanding, are invited to attend the conference. Several prominent Gujaratis, who have excelled in various fields, are invited to attend the conference and share their experience. Besides, industrialists, businessmen, professionals and politicians, personalities from Indian Television and Film industry and religious leaders have shown interest to attend the conference, wherein Gujaratis from all walks of life will assemble. It’s like a Mini-Gujarat coming alive in New Jersey!

The main objective of this historical event is to provide a platform to the Gujarati speaking people around the globe with a view to unit and to discuss relevant business, education, cultural, social, health, spiritual, and entertainment issues affecting the population. Provide networking opportunities to personal and communal growth.

The goal of this event is to establish unity of Gujarati speaking community in articulating aspirations and common interests.

Please visit this event-website at www.wgc08.org for more information and for the registration… be sure to register yourself as soon as possible as tickets are expected to be selling faster than you think. All registrations are being done through website only.

For your business advertising, please send an email to mail@wgc08.org as soon as possible.

So… dear all Gujarati friends and family, let’s all come together and… ‘Chalo Gujarat’!!

Kindly please forward this to all your Gujarati friends and family around the globe…!!

Hope to see at least some of you there…!!

-AIANA Team

સમાચાર – ભોમિયો.કોમ

ભોમિયો.કોમ સાઇટ એ ઇન્ટરનેટ પર ભારતીય ભાષાઓ માટે એક નવતર પ્રયોગ છે. તે ગુગલ, યાહુ, એમ.એસ.એન. નો ઉપયોગ ભારતીય ભાષાઓને શોધવા માટે કરે છે. જે લોકો ગુજરાતી ટાઇપીંગથી વાકેફ છે અને જેમની પાસે ગુજરાતી ટાઇપીંગ સોફ્ટવેર છે તેઓ કદાચ ગુગલ વગેરે સર્ચ એન્જીન નો સીધો ઉપયોગ કરતા હશે પરંતુ જેમની પાસે આવા સોફ્ટવેર નથી તેઓ માટે ભોમિયો પર કીબોર્ડ છે અંગ્રેજી કીબોર્ડ નો ઉપયોગ કરી સરળતાથી ભારતીય ભાષાઓમાં ટાઇપ અને શોધ કરી શકે છે.

વળી ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં હ્રસ્વ, દીર્ઘ ની ભૂલો થવી સામાન્ય છે. ગુગલ વગેરે પર જે શબ્દ જે જોડણીમાં શોધતા હોઇએ તે જ મળી આવે. જ્યારે ભોમિયો પર “જોડણીને મારો ગોળી” નું બટન છે જે હ્રસ્વ, દીર્ધ ને બદલાવીને પણ શોધ કરે છે જેથી તમને જોઇતી માહિતી મળી રહે. ઉદાહરણ તરીકે – “હિમાલય” પર શોધ કરવાથી “હિમાલય” અને “હીમાલય” બન્ને શબ્દો પરના પરિણામ બતાવે છે.

ભારતીય ભાષાઓ માં આજકાલ લોકો બ્લોગસ્ (ડાયરી) ખૂબ લખે છે. અને ખાસતો એવા લોકોની ઇન્ટરનેટ પર સંખ્યા વધી છે જેઓ કોઇ એક ભાષા સમજી શક્તા હોય પરંતુ વાંચી ન શક્તા હોય. દરેક ભાષા સંસ્કૃત પરથી ઉતરી આવતી હોય, દરેકમાં મૂળાક્ષર સરખા જ છે અને લખવાની પદ્ધતિ પણ સરખી છે. ભોમિયો એક લિપીમાં લખેલ સા્ઇટને બીજી લિપીમાં રુપાંતરીત કરે છે જેથી લોકો પોતાને ગમતી ભાષામાં ગમે તે સાઇટ અથવા બ્લોગ વાંચી શકે. તેનો એક સારો ઉયપોગ આ સંસ્કૃત સાઇટ પર છે –

હમણાથી ઘણા લોકો પોતાના બ્લોગ ને જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત કરે છે. (For example – http://bhomiyo.com/en.xliterate/forsv.com/gujju) અને તેના બે ફાયદા છે – એક તો તેઓ વધુ વાંચકો સુધી પંહોચી શકે છે. વિદેશમાં વસતા ઘણા ભારતીયો ભાષા સમજે છે પણ વાંચી શક્તા નથી તેઓ હવે આ સાઇટ્સ વાંચી શકે છે. જ્યારે બીજો મહત્વનો ફાયદો કે તેમની સાઇટ્સ ગુગલ, યાહુ જેવા સર્ચ એન્જીન દ્વારા બીજી ભાષામાં ઇન્ડેક્ષ થાય છે. આથી લોકો જ્યારે ગુગલ વગેરેમાં અંગ્રેજી લિપીમાં શોધ કરે જેમ કે “haalaradu” – ત્યારે ગુજરાતી, હિન્દી ભાષા ની સાઇટ્સ પરિણામમાં દેખાય છે.

ભોમિયો પર ઉર્દુ ભાષામાં લખેલ સાઇટને હિન્દીમાં વાંચવાની સુવિધા પણ પ્રાયોગિક ધોરણે આરંભાઇ છે.
Go to: www.bhomiyo.com/xliteratepage.aspx
Enter Urdu site: (e.g.) bbc.co.uk/urdu
Select Language: “Urdu to Hindi”
Click GO

ભોમિયો એક સ્વૈચ્છક કાર્ય છે અને સાઇટ કોઇ પણ પ્રકારની જાહેરાત દર્શાવતી નથી. વધુ માહિતી માટે – http://bhomiyo.wordpress.com

zeni patel says: can u please send me the gujarati song lyrics of” tame mara devna didhel chho” i find it for sevaral time i need it anyways ….pls send me as soon as possible.thanks

Vishnu says:

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;

પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

સમાચાર – યાદી

મિત્રો ‘તને સાંભરે રે …’ કવિતાની પંક્તિઓ યાદ કરતાં એક વિચાર આવ્યો. જેઓએ કવિતાનો અમર વારસો મનના ઉડાંણોમાંથી સીંચીને આપણા સુધી પહોંચાડ્યો છે, એમને કોણ સાંભરશે?

યાદી” છે એમના તરફના ઋણને અદા કરતી એક નજીવીશી કોશિષ.

યાદી” છે આ આમુલ્ય રત્નોની પ્રુથ્વી સાથેના સંપર્કની તારીખોની તવારીખ.

માણજો !

(સંકલન માટેના મુ. શ્રી સુરેશભાઇ જાની ના અમુલ્ય ફાળા માટે હું ખુબ જ આભારી છું.)

સમાચાર – વાતચીત

વ્હાલા સાઇબર મિત્રો ગુજરાત અને ગુજરાતી શબ્દો સાથે ગર્વ અને ગરવી શબ્દો બહુ ગૂઢ ગુંથાઇ ગયા છે. આજ ગર્વથી આજે આપ સહુ સાથે એક નવું પગલું ભરુ છું – “વાતચીત” દ્વારા.

“વાતચીત” છે નામ આપણા સહુના મંચનુ. આ છે આપણા સુખ-દુ:ખ, આશા-હતાશા, વિચાર-સૂચન, માહિતી-અનુભવ ના વિવિધ રંગોને વાગોળવાનું સાઇબર ઘર.

મારે ઘેર જરૂર પધારજો.

Pankaj Bengani - swagat chhe….

aap shri hindi ma pan charcha kari sako chho…

padharo : http://www.akshargram.com/paricharcha

ગુર્જરદેશ - એસ વી,
અમારી વેબસાઇટ પર અમે ચર્ચા-વિચારણા નામે એક મંચ રજુ કરેલો છે કે જેમાં લોકો આ જ રીતે ભાગ લઇ શકે. આ લીંક પર ક્લીક કરવાથી તમે ત્યાં જઇ શકો છો.
http://www.gurjardesh.com/tabid/137/Default.aspx .

SV - There is no new “vaat-chit” the email sent out was only to update the status to the members. There is one and only one Gujarati Forum and that is વાત ચીત http://www.forsv.com/vaat-chit/ . Hope that clears the misunderstanding.

For all non members, please take a look at different forums, I am sure there will be some subject of interest for you. We all have something new to learn. In short there is something for everyone.

સમાચાર – Other Languages

This post is in English for the current generation who are Gujaratis but cannot read the language, though can understand it. Please note on the sidebar multi-language transliteration.

Hope the younger generation can read the transliterate content and enjoy their cultural heritage.

વિવેક - ઓહ, એસ.વી ! આ તો સાચે જ અદભૂત છે…. આવો સુંદર વિચાર આજસુધી કોઈને આવ્યો જ નહીં? અને અમે જે પ્રતિભાવ ગુજરાતીમાં આપ્યા એ પણ અંગ્રેજી ભાષામાં પરિવર્તિત થઈ ગયા? વાહ, ઉસ્તાદ વાહ! માન ગયે….

Abdul Khatri - Excellent SV! Now my grandchildren can read the treasure of our language in English. I and my wife had insisted to our kids to talk in Gujarati with their kids. So at least the grandchildren know the language very well but can’t read or write.

Now, you have opened the floodgates of cultural gems to them. Thanks again.

સરળની સર્વોપરિતા

સરળની સર્વોપરિતા

‘સરળ’ સોફ્ટવૅર, તત્કાલીન સોફ્ટવૅર્સ કરતા ભિન્ન(અનન્ય) છે, કારણ કે,
* ‘સરળ’ સોફ્ટવૅર, Unicode Compliant છે.
* ‘સરળ’ સોફ્ટવૅર, “Augmentation utility” છે. એટલે કે તમે જે Application, Tool કે સોફ્ટવૅર, વાપરતા હોય તેના બધાં જ ફાયદા મળે, ઉપરાંત ‘સરળ’ સોફ્ટવૅરના ફાયદાઓ મળે. વળી જો, તમે જે Application, Tool કે સોફ્ટવૅર, વાપરતા હોય તેમાં નવા ફાયદા, સુધારા કે Utility ઉમેરાય તો તેનો પણ લાભ મળે.(Now, you can “have the apple and eat it too” અટલે કે હવે “હસતાં હસતાં લોટ ફકાય”). આનો આશય એ છે કે શૂન્યની-શોધ-શરુઆતથી-ફરીથી ન કરવી.
* ‘સરળ’ સોફ્ટવૅર, Multilingual છે. એક જ વાક્યમાં ગુજરાતી, हिन्दी, English, বাংগলা, मराठ़ी કે વિશ્વની કોઇ પણ ભાષાનું મિશ્રણ કરી શકાય છે, اردو(ઊર્દૂ) નું પણ.
* વિશ્વની કોઇ પણ ભાષા, કોઇ પણ ફોન્ટ, કોઇ પણ Coding System(Ascii, Iscii, Unicode) માં લખી શકાય છે.
* અત્યારે તમે જે ફોન્ટ વાપરો છો, તે તમે ‘સરળ’ દ્વારા પણ વાપરી શકો છો, એટલે કે ‘સરળ’ Backward Font Compatible છે. એટલું જ નહીં, પરંતુ તમે એવો કોઇ ફોન્ટ વાપરવા માંગતા હો, કે જે યોગ્ય સોફ્ટવૅર (અથવા નાણાં) ના અભાવે ન વાપરી શક્યા હો, તો તે ફોન્ટ પણ તમે વાપરી શકશો.

તમને ગમતાં, પરંતુ Non-Unicode ફોન્ટને standard keyboad layouts જેવાકે Phonetic, Inscript, Typist કે તમારા પોતાના દ્વારા નિર્ધારીત keyboard મુજબ વાપરી શકશો.
* ‘સરળ’ સોફ્ટવૅર, ૧૦૦% Customisable છે, જેથી વ્યક્તિગત રુચી, જરુરીયાત કે આવડત અનુસાર, પોતાની મેળે ફેરફાર કરી શકાય છે. વળી, એક key દબાવતાં અનેક અક્ષરો પણ લખી શકાય છે. જેથી ‘સરળ’ની keys પર પૂર્વનિર્ધારીત શબ્દો (અથવા તો ફકરાઓ) લખી શકાય છે.
* ‘સરળ’ ભાષા-વિશીષ્ટ મર્યાદાઓ પણ લાદી શકે છે. દા.ત. ભારતીય ભાષાઓમાં સ્વર ને સંજ્ઞા નથી લાગતી, તેથી આવા પ્રસંગે ‘સરળ’ સ્વર ને, બીજા યોગ્ય સ્વર વડે બદલે છે. વળી જો એક સંજ્ઞા પછી બીજી સંજ્ઞા લખવામાં આવે તો પહેલી સંજ્ઞાને ‘સરળ’ ભૂંસી નાખે છે. વળી જો શબ્દના પહેલા અક્ષર તરીકે સંજ્ઞા લખવામાં આવે તો ‘સરળ’ સંજ્ઞાને, યોગ્ય સ્વર વડે બદલે છે.

‘સરળ’નું એક Add-on શબ્દસુધાર અને સારણી માટે, અક્ષરો અને સંજ્ઞાઓને યોગ્ય ક્રમમાં ગોઠવે છે.

‘સરળ’ સોફ્ટવૅર, નવી સદીનું નવલું નજરાણુ છે. Unicode Compliant હોવાના પોતાના જ ઘણા ફાયદા છે, દા.ત. હવે પછીની બધી જ Language Utilities, Unicodeને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.(જેની વાત આપણે સમય રહે કરીશું) પ્રત્યેક દિન, ‘સરળ’માં નવા નવા features ઉમેરાઇ રહ્યા છે.

‘સરળ’ કોઇ પણ 32 bit Operating System પર ચલાવી શકાય છે. હા! ‘સરળ’ના બધાજ ફાયદાઓ મેળવવા માટે keyboard થી screen સુધીની આખીય system, Unicode Compliant હોવી જોઇએ, જેમ કે Windows 2000, Windows XP વગેરે. જો કે આ મર્યાદા ‘સરળ’ના output પર નથી. ‘સરળ’ દ્વારા તૈયાર થયેલ document કોઇ પણ OS વાળા કોમ્પ્યુટર પર જોઇ શકાય છે કે જેમાં Unicode ફોન્ટ હોય.

‘સરળ’ના developement માં પાયાની જે technology નો ઉપયોગ કરાયો છે, તે OS-independent છે. તેથી જો જરુરીયાત ઉદ્ભવે તો, ‘સરળ’ Linux, Unix વગરે OS પર Transport કરી શકાશે.

zazi - Read Gujarti News on single page. Visit http://www.zazi.com/news

સરોજબહેન અડાવતકર – જીવન કિતાબનાં પાનાં ફેરવતાં

જીવન કિતાબનાં પાનાં ફેરવતાં,
જોયાં જિંદગીના વિધવિધ રૂપ
કોઈ સોનેરી કોઈ રૂપેરી કોઈ રંગબેરંગી
રંગોની મહેફિલમાં ખોવાયું મન.

પહેલું પાનું હાથ આવતાં
જોયું રમત રમતું, નિખાલસ બાળપણ
ઢીંગલા ઢીંગલીની રમત
આંધળો-પાટો અને સંતાકૂકડી
બાળમિત્રો સાથેની ઝગડા ઝગડી
મન ફરી બની ગયું, બાળક.

બીજા પાનામાં જોઈ અલ્લડ મસ્તી
યૌવનની ખુમારી નખરાળી વેશભુષા
બેફિકરી ચાલ સ્વપ્નોના ઉત્તુંગ શિખરો
ફરી મન બની ગયુ એવું જ અલ્લડ.

ત્રીજું પાન ઉઘાડતાં
ઓહ ! દેખી સંસારની માયાજાળ
હડીયાપટ્ટી, ન ઘડીની ફૂરસદ
દોડાદોડીમાં વીતી ગયાં વરસો
ન દેખાયું કશું પથ પર …….

ચોથું પાનું …. બસ નિરાંત જ નિરાંત
મન દોડતું રહ્યું તન થાકેલું રહ્યું
સવાર સાંજ નિત ઊગતાં આથમતાં રહ્યાં
છતાં સમય જાણે થંભી ગયો
થયું, કરવાના કામો તો અનેક બાકી રહ્યાં
ઊઠી એક જ આશ
સમયને થોભવા દે
કરી લઉં અધૂરાં કામ.

– સરોજબહેન અડાવતકર

pragnaju - સુંદર રચના
યાદ આવી
“All the world’s a stage,
And all the men and women merely players;
They have their exits and their entrances;
And one man in his time plays many parts,
His acts being seven ages. At first the infant,
Mewling and puking in the nurse’s arms;
And then the whining school-boy, with his satchel
And shining morning face, creeping like snail
Unwillingly to school. And then the lover,
Sighing like furnace, with a woeful ballad
Made to his mistress’ eyebrow. Then a soldier,
Full of strange oaths, and bearded like the pard,
Jealous in honour, sudden and quick in quarrel,
Seeking the bubble reputation
Even in the cannon’s mouth. And then the justice,
In fair round belly with good capon lin’d,
With eyes severe and beard of formal cut,
Full of wise saws and modern instances;
And so he plays his part. The sixth age shifts
Into the lean and slipper’d pantaloon,
With spectacles on nose and pouch on side;
His youthful hose, well sav’d, a world too wide
For his shrunk shank; and his big manly voice,
Turning again toward childish treble, pipes
And whistles in his sound. Last scene of all,
That ends this strange eventful history,
Is second childishness and mere oblivion;
Sans teeth, sans eyes, sans taste, sans everything.”

સરોજબહેન અડાવતકર – જીવન સંધ્યા

એક સાંજે દીઠી જીર્ણ – માંદલી
પથારીમાં પડેલી કાયા.
જોઇ ઝાંખી ઝાંખી ધૂંધળી બે આંખો.
ચકળવકળ શોધી રહી હતી કંઇક,
અધર મથી રહ્યા હતા કહેવા કંઇક,
ઊંડો …ઊંડો અસ્પષ્ટ અવાજ
ન સમજાય કશું.
કાન નજીક કરતા કંઇક એવું સમજાયું
“અરે! ઇશ્વરે રમવા તો મોકલી દીધા જગતમાં,
પરંતુ ભૂલી ગયો પાછા બોલાવતા,
આ ઘડપણ કેવું? ધાર્યું નહોતું આવું,
વિજ્ઞાને લંબાવી દોર જિંદગીની
કાયાના વિખાયેલા બંધને કોણ સમારશે?
જોતી નહોતી દોર લાંબી …
અરે હવે ઇશ્વરને યાદ કોણ આપશે?”

– સરોજબહેન અડાવતકર

pragnaju - મને તો ગમે આ ઘડપણ મઝાનું,
સમય સાથે લોહીનું સગપણ મઝાનું.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.
પણ પથારીમાં રહેલી માંદલી કાયાનૅ તો લાગે
”ઘડપણ કોણે મોકલ્યું ?
જાણે જોબન રહે સૌ કાળ,
ઘડપણ કોણે મોકલ્યું ?

jt - આ પરિસ્થિતિમાં “શતાયુ ભવ” આશીર્વાદ કે શાપ ?
જીવનનું એક અસહ્ય સત્ય અતિ સ્પષ્ટ, હૃદય ઘમરોળાઇ જાય તેવી છતાં અતિ મૃદુ રીતે અભિવ્યક્ત કરી શકવાની આટલી પ્રશંસનીય ક્ષમતા બદલ હાર્દિક અભિનંદન, સરોજબેન !

આટલી સંવેદનશીલ કૃતિ બ્લૉગ માટે પસંદ કરવા બદલ એસવીનો આભાર.

સરોજબહેન અડાવતકર – ભુરો

(note from the poet: it is an inspiration from the poem “Lilo” by Shri Umashankar Joshi)

કુદરતની કરામત જોઇ
જોઇ રંગોની વિવિધતા
એક જ રંગના જોયા અનેક રુપ
નભમા પથ્રરાયેલો આછો ભુરો
સાગરના તરંગોમા ઉછ્ળતો ભુરો
બાગોના ફૂલોમા હસતો આછો ઘેરો ભુરો
દૂર ભાસતા ડુંગરોમા છૂપાયેલો ભુરો
મોરપીંછમાં ચમકતો નાચતો ભુરો
પડી નજર મંદિરના નટ્ખટ કનૈયા પર
જોયો ત્યા દિવ્ય તેજસ્વી ભુરો.

– સરોજબહેન અડાવતકર

Dipika- Saras nani kavita.

nandini - enjoyed an old classic

pragnaju - યાદ આવી
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
અને કુંભ રાશીવાળાને તો આસમાની, ભૂરો રંગ ભાગ્યશાળી હોય છે. આ રંગ ના વસ્ત્રો પહેરવાથી માંનસિક શાંતિ રહે છે. ખિસ્સામાં હંમેશા આસમાની રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતોના કપડાંમાં મુખ્યરૂપથી આસમાની રંગ ને કોઇ ને કોઇ રૂપમા અવશ્ય પસંદ કરવો જોઇએ.

સરોજબહેન અડાવતકર – મા

સાંભળ્યુ મા બની બેઠી છે
આકાશમાં તારો
રોજ રાતે શોધું માને આકાશમાં
રાતોની રાતો વીતી ગઈ શોધવામાં
અગણિત તારાથી ભરેલા આકાશમાં
ક્યાંથી મળે મા ?

એક રાતે શૂન્ય હૃદયે, નિરાશ મને
મીટ માંડી નભમાં
એકાએક એક તેજસ્વી
ઝબૂક ઝબૂક કરતો તારલો
માંડી રહ્યો મીટ મારી તરફ

શીતળ ચાંદની જેવો તેજ લિસોટો
સરકતો વીંટળાઇ વળ્યો મારી કાયાને
હા ! એજ હૂંફાળો સ્પર્શ
એજ પ્રેમભરી વ્હાલી બાથ
તારાઓથી ભરેલા આકાશમાં
શોધી કાઢી મારી મા !

– સરોજબહેન અડાવતકર

pragnaju - ઘણીવાર માણેલી સદા બહાર રચના…
‘ફાધર્સ ડે’ના વાતાવરણમા પણ એટલી સુંદર લાગે છે
યાદ આવે પંક્તીઓ
મા એ ઘરનું ઢાંકણ છે…બાપ ઘરનું અસ્તિત્વ છે.
માં અને બાપનું અનોખુંબંધન,આ બંધન છે વાત્સલ્યનું…
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

Aditi - ગોળ વિના મોળો કંસાર,
મા વિના સૂનો સંસાર.

એને તારાઓમાં શોધવાની કલ્પના કેટલી સુંદર ! એકદમ ટચી.

સરોજબહેન અડાવતકર – રફતાર છે જિંદગીની

શાનભૂમિના સિગ્નલ પાસે,
ગાડી ઊભી રહેતી પળ બે પળ,
બે હાથ જોડી નમન કરું ભૂમિને.

આજે પણ નમન કરતાં
લાડલી દિકરીએ પૂછ્યું,
“શા માટે નમન સ્મશાનભૂમિને ?”

કહ્યું, “આ જ જગ્યાએ આપી વિદાય
માતા-પિતા અને બેનીને
સતત યાદ આપે જીવનની ક્ષણભંગુરતા.”

ઉત્તરમાં લાડલી બોલી,
“આ તો અલ્પવિરામ છે
નથી પૂર્ણવિરામ.
ફરી જન્મ, ફરી મૃત્યુ
એ તો રફતાર છે જિંદગીની.”

– સરોજબહેન અડાવતકર

pragnaju - સરોજબહેનનૂ સરસ કાવ્ય
સ્મશાનભૂમિમાં પૂર્ણવિરામ નથી,અલ્પવિરામ છે.
આ રફતાર છે જિંદગીની…
સહજતાથી લખાયું છે આ સત્ય!
અમારા બારડોલીમાં સ્મશાનનાં પ્રવેશદ્વાર પર તક્તી પર લખ્યું છે-
“શુક્રિયા યહાં તક લાનેકા દોસ્તો,
યહાંસે હમ ખુદ ચલે જાયેંગે”

jagruti - पुनरपि जन्म, पुनरपि मरणम्,
पुनरपि जननी शरणे शयनम् …

જીવનની ક્ષણભંગુરતા છતાં –
कितने सामान कर लिए पैदा
इतनी छोटी-सी ज़िंदगी के लिए !

સરોજબહેન અડાવતકર – વર્ષા

વર્ષાની પહેલી ઝરમર
મહેકાવી ગઈ ધરતી,
વૃક્ષો લીલાંછમ કરતી ગઈ,
નાચી ઊઠ્યા મોર બપૈયા,
ટહુકી ઊઠી કોકિલકંઠી,
કાળાં કાળાં વાદળોની
સંતાકૂકડી રમતો સૂરજ,
ચારેકોર મદભરી હવા.

મન નાચી ઊઠ્યું,
તન ડોલી રહ્યું,
વર્ષાની ઝરમર,
ગઈ ભીંજાવી.

ઉણપ જણાય બસ સાજનની,
થયું રાહ જોતાંજોતાં
ન લે વિદાય વર્ષા.

– સરોજબહેન અડાવતકર

pragnaju - સરોજબહેનનું ભાવથી ભીંજવતું વર્ષાગીત
ઉણપ જણાય બસ સાજનની,
થયું રાહ જોતાંજોતાં
ન લે વિદાય વર્ષા.વાહ્
યાદ આવ્યું…
કૃપાની વર્ષા કરજો રે,
આ પવિત્ર જીવનક્યારી,
જોજો ના કરમાયે મારી;
એને સદા રાખજો ન્યારી રે..

સલીમ વાડીયા – મિતવા

શબ્દનું આ તો ગગન છે, મિતવા,
અર્થના દરિયા ગહન છે, મિતવા.

કંઇક વરસોનું મનન છે, મિતવા,
એ પછીનું આ કથન છે, મિતવા.

યાદ તું આવે છે હરપલ-હરઘડી,
હોઠ પર તારી લગન છે, મિતવા.

કૃષ્ણની કૃપા થકી બદલાઇ ગયું,
આ સુદામાનું સદન છે, મિતવા.

શબ્દને ક્યારેય નહિ ત્યાગી શકું,
એ જ આંખોનું રતન છે, મિતવા.

આમ તો છે,આ ગઝલ ગાલિબની,
એક મીરાંનું ભજન છે, મિતવા.

એક તું, ને એક આ મારી ગઝલ,
કોણ અહીં મારું સ્વજન છે, મિતવા.

-સલીમ વાડીયા

pragnaju - સલીમની સુંદર રચના
મનમા હમ આપકે હૈ કૌનનુ મધુરું ગુંજન શરુ થયું …
कैसा, ये जादू
ये मौसम का जादू है मितवा
न अब दिल पे क़ाबू है मितवा
नैना जिसमें खो गये
दीवाने से हो गये
नज़ारा वो हर सू है मितवा
हो ये मौसम का जादू है मितवा
शहरी बाबू के संग मेम गोरी गोरी, हे
ऐसे लगे जैसे, चन्दा की चकोरी
फूलों कलियों की बहारें
चंचल ये हवाओं की पुकारें
ह फूलों कलियों की बहारें
चंचल ये हवाओं की पुकारें
हमको ये इशारों में कहें हम
थम के यहाँ घड़ियाँ गुज़ारें
पहले कभी तो न हमसे
बतियाते थे ऐसे फुलवा
ये मौसम का जादू है मितवा
मितवा
न अब दिल पे क़ाबू है मितवा
नैना जिसमें खो गये
दीवाने से हो गये
नज़ारा वो हर सू है मितवा
ओ ओ ओ ये मौसम का जादू है मितवा
सच्ची सच्ची बोलना भेद न छुपाना, हे
कौन डगर से आये कौन दिसा है जाना
इनको हम ले के चले हैं
अपने संग अपनी नगरिया
laughइनको हम ले के चले हैं
अपने संग अपनी नगरिया
हाय रे संग अन्जाने का
उस पर अन्जान डगरिया
फिर कैसे तुम दूर इतने
संग आ गई मेरे गोरिया
ये मौसम का जादू है मितवा
मितवा
न अब दिल पे क़ाबू है मितवा
नैना जिसमें खो गये
दीवाने से हो गये
नज़ारा वो हर सू है मितवा
ओ ओ ओ ये मौसम का जादू है मितवा
मितवा

સહેલાઈથી ગુજરાતી લખો

ગુજરાતી લખવા માટે આ હથિયાર સરસ છે.

http://hemang.thanki.googlepages.com/GujaratiTypePad.htm

(via Hardik Tank )

Vishal Monpara - This is good to hear that somebody is using gujarati type pad developed by me and removing the copyright notice which was already in the file. Anybody can see this type writer at http://demo.vishalon.net/gujaratitypepad.htm or they can visit the site http://www.vishalon.net J

સાજીદ સૈયદ – કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે

કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,
રાખ્યું હતું મેં મનને મનાવી પણ હૃદય ધબકારો ચુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે.

છે સામેલ દર્શનાભિલાષીની યાદી મહી નામ મારુ,
જીવ્યો છું,જીવું છું એનાં દર્શનની અભિલાષા સારું.

જરા જરા તો હમણાં સુધી ધડકતું હવે લાગે રુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે.

લુછી રહ્યો છું માંડવાની કોરથી આંસુ મારા,
અહીં ફૂલ પાંદળી વાગે થઇ કરવતના આરા.

ફરતાં ફેરાની સાથોસાથે ભિતર ચોરી કોઈ ફૂંકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,

બેશરમ થઇને લુટે છે મજા ઈશ્વર દિલની રમતનાં,
એકલાસુરા પાષણ હૃદયી તને ખબર શું દર્દ મમતના.

સજાવતું સપનાં હૈયું મારુ સાવ અચાનક વસુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,

સાજીદ સૈયદ

સાજીદ સૈયદ – ભેંસ કે શિંગડે ભેંસ કુ ભારી

સાથ જીસકે નઈ કઈ સાડેબારી અપણે કા?
ભેંસ કે શિંગડે ભેંસ કુ ભારી, અપણે કા?

જોં કદી ના જોણેકા એ રસ્તેકે બીચોબીચ,
છો ને એ સાલા બિછાય પથારી,અપણે કા?

કાજી ગોમ આખે કી ચિંતા મેં સુકા ગયાય,
ઇનુંકે નેજ ઇનું કું મારી કટારી, અપણે કા?

ઇનુંકે બંગલે,ઇનુંકી મોટરાં ઇનુંકું ગંધાય,
અપણે અપણી અચ્છી લારી,અપણે કા?

વોટ લે ગઈ એ નોટ દેને,હિસાબ બરાબર,
એ ચૂંટણી મેં પીછું જીતી કે હારી,અપણે કા?

છોકરું કી નેશાલ કી ફી ભરને પાડી બેચી,
ફિર ઈસને ઇસકુ મારી કે ચારી,અપણે કા?

ઇનુંને વાલ દૈયાય ગોમ કી નદિયા ઘર મે,
ચા ખબર એ મીઠી હેગી કે ખારી,અપણે કા?

દો ટેમકી રોટી ને પકડી અલ્લાહકી તસ્બી,
જાય પીછું દુનિયા જન્નમમેં સારી,અપણે કા?

તા:ક: ‘અમુકું તમુ પર ભરોશે ઘણે થે’ બાદ અમારી બોલીમાં સૌથી વધુ વપરાતાં રૂઢિપ્રયોગ પર હાથ સાફ કરું છું.ભેંસ કે શિંગડે ભેંસ કુ ભારી………….

સાજીદ સૈયદ

સાબિર વટવા – રોકાઈ જાવ

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈજાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !

આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !

– સાબિર વટવા

સાહિલ – જીવે છે

વચ્ચે ભીની રઢ જીવે છે,
ફરતો વજ્જરગઢ જીવે છે.

ક્યાંક વમળના ચકરાવામાં,
લીરા લીરા સઢ જીવે છે.

વેરણ છેરણ જીવતર વચ્ચે,
બસ ઇચ્છા એક દૃઢ જીવે છે.

મૌન પળોને વાંચી લેતો,
છાતીમાં અનપઢ જીવે છે.

ફૂલોની સોંસરવા ‘સાહિલ’
ઘાવ જનોઇવઢ જીવે છે.

– સાહિલ

pragnaju - વચ્ચે ભીની રઢ જીવે છે,
ફરતો વજ્જરગઢ જીવે છે
વાહ્
પૂછ એને કે જ શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે?
યાદ આવી વિવેકની પંક્તીઓ
ય્હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
અને ઘાયલ
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

સાહિલ – થઇ બેઠાં

જે અભેદ થઇ બેઠાં
એ જ છેદ થઇ બેઠાં

ઢંઢેરા સમા લોકો
ભારે ભેદ થઇ બેઠાં

મોકળાશ વચ્ચોવચ
સ્વપ્ન કેદ થઇ બેઠાં

લાગણીના સંબંધો
જળમાં છેદ થઇ બેઠાં

મેઘ – ધનુષ્ય ભીતરનાં
લ્યો સફેદ થઇ બેઠાં

જે અભણ હતાં ‘સાહિલ’
એ જ વેદ થઇ બેઠાં

– સાહિલ

Pancham Shukla - see this for other meaning of Sahil (This may not be accurate!): http://www.thinkbabynames.com/meaning/1/Sahil

સિતાંશુ યશશ્ચંદ્ર – એક

શબ્દ છે ડુબાડતા પાણીનો જ.
મારી છે ડૂબનારની બડબુડ, અર્થ વિનાની બુડબડ

– સિતાંશુ યશશ્ચંદ્ર

સિતાંશુ યશશ્ચંદ્ર – ભાષા

માણસ ! માણસ ! બોલ,
ફ્રરીને ગુજરાતી ભાષા બોલ,
ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ,
બોલ માણસ, માણસની ભાષા બોલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

સિતાંશુ યશશ્ચંદ્ર – સમુદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છુટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

– સિતાંશુ યશશ્ચંદ્ર

વિવેક - પંદર-વીસ વર્ષ પહેલાં કવિતાના એક અંકમાં આ કવિતાની છેલ્લી ત્રણ પંક્તિ વાંચી હતી અને એ કાયમ માટે હૃદયસ્થ થઈ ગઈ હતી. આખી કવિતા કદી મળી નહીં….
એસ.વી…
આભાર માનવો પડશે???!!

SV - વિવેકભાઇ તમે જ કહો તમારે આભાર માનવો પડે?? આ તો છ ખંડ દુરનું અંતર કાપી મિત્રની શોધ જાણી લીધી.

સુરેશ જાની - અહાહા શું કલ્પના છે? આવી કવિતા પ્રયત્નથી ન લખાય. તે તો ભીતરમાંથી જ પ્રગટે.

manvant patel - કવિ અને એસવીને મૂલવવાનું મારું ગજું નથી !છતાંપણ લખ્યા વિના રહેવાતું નથી કે બંને અદભૂત છે !

સિતાંશુ યશશ્ચંદ્ર -મધ્યરાત્રીએ કોયલ

આ પગથી પર પગલાં પડ્યાં રહ્યાં છે, જોયાં !
આ ચાંદોયે આજે ઊગ્યો છે ગઇ કાલનો,
પગલાંમાંથી ચરણો ચાલ્યાં ગયાં છે કોનાં ?
આ ચાંદો કેમ આજે ઊગ્યો છે ગઇ કાલનો?
નીડે સૂતાં ટોળે કાળુડાં બચોળિયાં
– માં એકને રે આજે આછું શું સંભળાય ?
કે કાગબાળ પાંખોને દઇને હડસેલો
કોયલ એક, ઠુકો વાળીને ઊડી જાય.
રે હેત મને સાંભર્યા છે જનમો જૂનાં,
હડસેલો મને વાગ્યો છે વીસરાયા વ્હાલનો.
એક તરુડાળે માળામાં દીઠો સૂનકાર મેં
ને મધરાતે ચાંદમાં દીઠી રે કૂવેલડી.
ને કંદરાએ કંદરાએ સાદ દીધો વળતો
પણ પહાડોને પાંખો કપાયલી ન સાંપડી.
કોણ અહીં પડ્યું રહ્યું પગલાં થઇ કોનાં ?
આ ચાંદો આજે ઊગ્યો છે કોઇ ગઇ કાલનો.
પગલાંમાંથી ચરણો ચાલ્યાં ગયાં છે કોનાં ?
આ ચાંદો આજે ઊગ્યો છે કોઇ ગઇ કાલનો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

સિતાંશુ યશસ્ચંદ્ર – દરેક ચીજ બે બે

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

– સિતાંશુ યશસ્ચંદ્ર

સિતાંશુ યશસ્ચંદ્ર – વીક-એન્ડ

દિવસોના કાંઠેથી લંગર ઉઠાવીને વહાણો વહે છે
દરિયામાં રાતમાં અંધારામાં

પાંચ-સાત
ભેગાં

કંદીલો સળવાગે છે માલમો
લાંબે લલકારે આલબેલ પોકારે છે
કાંઠેથી ગુપચુપ ગામમાં પાછા ફરતા લોકો
દીવાદાંડીની ટોચે તાપણું સળગાવી લઈ
મશાલો બુઝાવી દઈ
ટાઢ સામે પોતાનાં ઘરનાં કમાડ વાસી દે છે

હવે પાંચ-સાત વહાણો તરે છે
રાતમાં દરિયામાં અંધારામાં

સતત ઘૂઘવે છ્એ આ પાણી
ખારાં
ખળભળતાં
એક વાત કહે છે ક્યારનાં
કરી નથી શકતાં

પાંચ-સાત વહાણ
કાને હથેળી ધરી સાંભળવા મથે છે
સઢ ફુલાવતા
બોલ્યે જાય છે એ
સાંભળવાનું કર્યા કરે છે આ

અંધારામાં દરિયામાં રાતમાં

કાંઠા અને છેડા વચ્ચે જાણે કે એક તળાવ છે
ને આ પાંચ-સાત વહાણો
ત્યાં તર્યા કરે છે

કોઈ ખાતરી નથી
કે પાછા આવતાં જતાં
કાંઠે ખડકો આડે એ ભટકાવાના નહીં
છીછરાં પાણીમાં રેતીના ઢુંવા પર એ છીતી જવાના નહીં
ને નાંગરે તોયે
ધક્કે લટકાવેલા મોટાં કડાંમાં રસ્સા બાંધી ગામમાં ગયેલા ખલાસીઓ
ગામમાં જ મરી નથી જવાના કેદમાં નથી પડવાના સુખી થઈ જવાના નથી

કોઈએ ગેરેન્ટી આપી નથી
કે આગળ વધવા જતાં
પેલા છેડાની પાળી પાર કરતાં જ પેલી પારના
તળિયા વગરના ખાડામાં પડી જઈ દટાઈ નથી મરવાનાં નરી ધૂળમાં

કે પછી છેડો ખસ્યે જવાનો નથી આઘો જેમ જેમ આ પાંચ-સાત વધ્યે જાય આગળ આગળ

સઢમાં દરિયાનો ખારો પવન ભરી ગાલ ફુલાવે છે અંધારામાં
બ્હી જઈને બહાદુરી બતાડતાં આ પાંચ-સાત વહાણો રાતમાં
અફાટ ખારા ઊસ કપટી આ તળાવમાં
જે ખબર નહીં ક્યાં દોરી જશે

આ થોડુંક જ પીવાનું પાણી ભરીને ઉપડેલાં
પાંચ-સાત અબૂધ હિમ્મતબાજ વહાણોને

એક બીજા સાથે વાતો કરવા ચાહે છે
કંદીલોથી
માલમો

કંદીલો ઝૂલતાં રહે છે ઝબૂકતાં
અજવાળું અંધારું
અજવાળું અજવાળું
અંધારું અજવાળું
અજવાળું અંધારું
અંધારું અંધારું અંધારું અંધારું

કંદીલોની બોલી બોલાય છે રાતમાં
કલાક પછી કલાક
તેલ ખૂટવા લાગે છે કાચમાં તડ પડે છે ટાઢાં
પાણીનાં છાંટા અડ્યે
હાથ થાકે છે ખારવાઓનાણ્

થોથવાય છે કંદીલોના બોલ

આખો દરિયો તોતડાય છે

એવા ઘૂઘવાટામાં
બીધેલા બહાદુર આ વહાણો ગોળ ગાલ કરે છે હવે
સઢ ફુલાવી આગળ જાય છે
પોતપોતાના કાન પર હથેળી ધરે છે હજી…..

– સિતાંશુ યશસ્ચંદ્ર

સુકેશ પરીખ – આ વરસાદ

પડવા માં એનો ફાયદો શોધતો થઈ ગયો છે
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે .

કેટલા મહાદેવ ડુબાડશું? કેટલા દેડકા પરણાવશું?
જગતા ના તાત સાથે ભાવ તાલ કરતો થઇ ગયો છે.
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે

નક્કી કોમોડિટિ બાઝાર લિસ્ટિંગ હશે એનુ
અછત ઉભી કરી સટ્ટો કરતો થઈ ગયો છે.
આ વરસાદ પણ અમદાવાદી થઈ ગયો છે

સુકેશ પરીખ ૨/૭/૨૦૧૨

સુધા ભટ્ટ – ચિંતા

ભરબપોરે
તાડના ઝાડ હેઠે
બેઠેલાનું શું ?

– સુધા ભટ્ટ

pragnaju says:

જાણે,

મારી જેમ,

પાળ વગરની અગાસીએ સુતા!

વિવેક ટેલર says:

ભરબપોરે તાડના ઝાડ નીચે બેસવાનું કામ શું?

jasmine says:

રણમાં તો ઝાડ પણ તાડનું જ મળે ને ? 🙂

વિવેક ટેલર says:

પણ અહીં ક્યાં રણનો ઉલ્લેખ જ કર્યો છે, મિત્ર? તાડના ઝાડ તો મારા ઘરની સામે પણ છે….

ખેર… આ તો થોડી હળવી વાત થઈ… હાઈકુ સરસ થયું છે!

pragnaju says:

તાડ તો અમારા દક્ષિણ ગુજરાતનું માનીતું ઝાડ!

જ્યોતિન્દ્ર દવે કહે છે તેમ અશોક પારસી હતો

અને તેણે તવરાની તાડી પણ પીધેલી!

-તાડી ફાગણ મહિનાથી શરૂ થાય છે વાંઝીયા તાડ પરથી તાડફળીના ફળો ઉતરે છે. તાડ પરથી ઉતારેલા તાજો રસ (નીરો) વહેલી સવારે ઉતારીને પીવાના ઉપયોગમાં લેવાય તો આરોગ્યપ્રદ ગણાય છે. પરંતુ સવારના ૮-૦૦ વાગ્યા પછી સેવન કરાય તો તે ખાટી થઇ ગયેલી તાડી નશાકારક નુકશાન કરે છે. એક તાડ પરથી સામાન્ય રીતે દરરોજ પાંચ થી ૧૦ લીટર તાડી સવાર સાંજ ઉતારવામાં આવે છે. હાલ શિયાળામાં નીરા અને તાડીનું ભરપુર ચલણ ચાલે છે. અમારા સુરતનો એક બેકરીવાળો તો દાવો કરે છે કે જો તાડીની છૂટ હોય તો તે એવા મજેના સોજ્જા બીસ્કીટ બનાવે કે…

સુધા ભટ્ટ – પડછાયો

સિવાય મારી
મારી સાથે હંમેશ
અન્ય કોઇ છે ?

– સુધા ભટ્ટ

pragnaju - ત્રણ પંક્તીમા મોટી વાત…
યાદ આવ્યો
મોમીનનો શેર (જેના પર ગાલીબ સર્વસ્વ આપવા તૈયાર હતા!)
तुम मेरे पास होते तो गोया,
जब कोई दूसरा नहीं होता ।
हाले-दिल यार को लिखूँ क्यूँकर,
हाथ दिल से जुदा नहीं होता ।
…અને આમેય કોઈ કહે કે તેની પાસે કોઈ નથી તો ભગવાનને ખોટું લાગે!

સુધા ભટ્ટ – મૈત્રી

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.

– સુધા ભટ્ટ

pragnaju - સુધાની સૂર્ય ચંદ્ર જેવી મૈત્રી ગમી
યાદ આવ્યું પ્રસિધ્ધ ગીત
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
રા.પા.નુ
એકલ ખાવું,એકલ જોવું,એકલ રમવું ઇશ!
એકલ વાટે વિચરવું,કરમ કદી ન લખીશ.
અને
હસાવે એ મૈત્રી,રડાવે એ પ્રેમ,
તો પણ લોકો મૈત્રી મૂકી કેમ કરે છે પ્રેમ?

jasmine - જ્ઞાજુ, આપની અંતિમ બે લાઇનના સંદર્ભે – કદાચ, દિવસ સાથે રાતની જરૂર હોય છે એમ મૈત્રી સાથે પ્રેમની પણ જરૂર હશે, એટલા માટે ! તેથી જ કહેવાયું છે ને, કે જેણે આંસુની કિંમત નથી જાણી એ હાસ્યની કિંમતથી પણ અજાણ છે !

આમ જુઓ તો બેય એક જ સિક્કાની બે બાજુ છે ને !

સુધીર પટેલ – વ્હાલ શાથી છે?

કોઈ ખાલી અહીં તો કોઈ માલામાલ શાથી છે?
ચમન છે એક તો ફૂલોનાં જુદા હાલ શાથી છે?

બહુ મુશ્કેલ છે આડા પડી ઘા ઝીલવાનું, દોસ્ત!
ઘણી તલવાર સામે સાવ ઓછી ઢાલ શાથી છે?

દીસે છે એટલે બસ જિંદગી બોજા રૂપે કાયમ,
અહીં સૌ આજ ઉઠાવીને ચાલે કાલ શાથી છે?

નહીં સમજાય કારણ જ્યાં સુધી કરશો નહીં જાતે,
કોઈને કોઈનાથી હદ વગરનું વ્હાલ શાથી છે?

નથી સંબંધ એવો નામ જેને દઇ શકો ‘સુધીર’,
છતાં કોઈને કોઈનો સતત બસ ખ્યાલ શાથી છે?

– સુધીર પટેલ

pragnaju - નહીં સમજાય કારણ જ્યાં સુધી કરશો નહીં જાતે,
કોઈને કોઈનાથી હદ વગરનું વ્હાલ શાથી છે?
સરસ
યાદ આવી
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું,
આવડે છે એમ! પાંદડું કહે કે, મારે અડવું આકાશને ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે

સુધીર પટેલ – તત્પર થયો

હું બ્હાર ને અંદર થયો,
મળવા તને તત્પર થયો

ને એમ તું પણ છે કમાલ,
જયાં વાત થઇ હાજર થયો!

ગત એની ના પામી શકયો,
બહુ તેજ કાં મંથર થયો

કયાં આછયાર્ં મુજ જળ હજીય
નીચે ગયો, ઉપર થયો!

છે સાવ ખાલી હાથ બેય,
પણ ના કશાથી પર થયો!

પૂછો તમે તો ન્હોતું કૈં,
મનમાં જ પેદા ડર થયો!

એણે કહ્યું તું ઊડવા,
ઓઢી ત્વચા પિંજર થયો

ઘૂંટયો બહુ એને પછીજ
આ શબ્દ પણ અક્ષર થયો

આદિ વિશે ગમ ના પડી,
અંતે પછી આખર થયો!

કોઈ ગઝલ સ્ફૂરે “સુધીર”,
એ આપણો અવસર થયો!

– સુધીર પટેલ

pragnaju - આદિ વિશે ગમ ના પડી,
અંતે પછી આખર થયો!
સરસ
યાદ આવી
આખર ઍક જતાં,
ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’,
કોઠાને ટાઢક, કાગડા!

સુધીર પટેલ – નમૂના જો

અમારા દર્દનાં થોડા નમૂના જો,
નવાં લાગે, ભલે એ હોય જૂનાં જો!

ઉપરથી લાગશે એ બહુ શીતળ-શીતળ,
વહે ભીતર પ્રવાહો કૈંક ઊનાં જો!

નથી એનેય એક રહેવા દીધા લોકે,
હજારો નામ ને રૂપો પ્રભુનાં જો!

કોઈ ચોરી ગયું ટહુકા બધાં ‘સુધીર’,
થઈ ગ્યાં પંખીઓ સૌ સૂના સૂના જો!

હશે પણ કેટલી વ્હાલી સજા ‘સુધીર’?
કરે છે જીવવાના રોજ ગુના જો!

– સુધીર પટેલ

સુધીર પટેલ – મને જીવે

પાણી જેમ મને ઘટ ઘટ પીવે,
કોઈ જીવન જેમ મને જીવે!

રસ્તા જેમ મને પગ પગ ચાલે
ઉડતા પાલવ જેમ મને ઝાલે
ઝૂલા જેમ મને પળ પળ ઝૂલે
મારી અંદર રોમ રોમ ખૂલે
ગોધૂલિએ પ્રગટાવે દીવે!

શ્વ્વાસો જેમ મને એ લે-મૂકે
બંસી જેવું હળવેથી ફૂંકે
મોરપિચ્છ સમ ડાયરીમાં પાળે
કવિતા જેવું વાંચે સરવાળે
એેનામાં જીવ મૂકયો છે ઈવે!

ગીત સમું કૈં ગણગણવું સાંજે
શમણા જેવું આંખોમાં આંજે
મરક મરક એ હોઠો પર રાખે
પરસાદ સમું સવારમાં ચાખે
સોઈ-દોરો લઇ દિલમાં સીવે!

કોઈ જીવન જેમ મને જીવે!

– સુધીર પટેલ

સુધીર પટેલ – યાત્રી આપશે

એ દિવસ સાથે જ રાત્રિ આપશે
એથી આગળ શું વિધાત્રી આપશે

એની સામે આઇનો ના મૂક,દોસ્ત
એ અભિનય એકપાત્રી આપશે

શબ્દ ખુદનો શોધવો પડશે સ્વયં
ફકત કૈં શબ્દાર્થ શાસ્ત્રી આપશે

કળ બધીયે હો ભલેને હાથમાં
ખૂલવાની એ જ ખાત્રી આપશે

કોઇ રસ્તાને ખરો મતલબ ‘સુધીર’,
એના પર ચાલીને યાત્રી આપશે.

– સુધીર પટેલ

વિવેક ટેલર - સુંદર રચના…

કળ બધીયે હો ભલેને હાથેમાં
ખૂલવાની એ જ ખાત્રી આપશે

કોઇ રસ્તાને ખરો મતલબ ‘સુધીર’,
એના પર ચાલીને યાત્રી આપશે.

-ઉમદા વાત… રસ્તાનો ખરો મતલબ…વાહ ! વાહ !!

pragnaju - મઝાની રચના
યાદ આવી
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા આપશે

સુધીર પટેલ – શોધે

જે નથી, એ જ તો બધાં શોધે;
અવનવાં સુખની કલ્પના શોધે!

એ જ વસ્તુ બધાને જીવાડે,
જાણ છે એ નથી, છતાં શોધે!

દુઃખ તો છે જરી પુરાણા સૌ,
રોજ ચ્હેરા નવાં નવાં શોધે!

પંખી ભૂલું પડ્યું છે શ્હેર વચે,
બહાર જાવાની એ જગા શોધે!

શ્વાસમાં લઈ હરેક જણ ‘સુધીર’,
ગુમ થયેલી ખુલી હવા શોધે!

– સુધીર પટેલ

pragnaju - ખૂબ સરસ
યાદ આવી
હવે એ રોજ યાદોના રણ શોધે છે
અને ભુંસાયલા એના ચરણ શોધે છે

સમયની આગ પણ જાશે શમી નિશ્ચે
નકામો કેમ પાણી શરણ શોધે છે.

ફરેછે લોક પાણીની પરબ સાથે
હવે તો ઝાંઝવાં પણ હરણ શોધે છે.

સુધીર પટેલ – સોનપરીને

સપના કયાં આવે છે સોનેરી, સોનપરી!
આંખોને અંધારા લ્યે ઘેરી, સોનપરી!

દાદીની વાતુંએ ઉછેરી, સોનપરી,
બચપણમાં ખુશી ગઇ ઉમેરી, સોનપરી!

કાન થયાં છે જાણે કે સૂના કોડિયાં,
કયાં આવે રણઝણ ઝાંઝર પ્હેરી, સોનપરી!

ઝૂલે કયાંથી કોયલ રાનેરી, સોનપરી!
હું થ્યો છું ઠૂંઠું પણોર્ં ખેરી, સોનપરી!

ભૂલ કરી મેં ઉમરના દરવાજા ખોલી,
જાદૂગર ઉઠાવી ગ્યો વેરી, સોનપરી!

આવે તો પણ ભૂલી પડશે ભૂગોળે તું,
બદલી ગઇ છે શૈશવની શેરી, સોનપરી!

ઝાઝા જુહાર કહી લઉં વિદાય “સુધીર”,
અંજળ થયે મળશું બીજી ફેરી, સોનપરી!

– સુધીર પટેલ

pragnaju - સુંદર રચના
યાદ આવી
સાતતાળી લીધી ને પછી ઉંચે જોયું,
ને ફરી જોયું તો બાળપણ ગૂમ
સોનપરી,નીલપરી આવી કહે,’
બાય’ એનું પડઘાતું રૂમઝૂમ..રૂમઝૂમ

સુરેશ દલાલ – આંસુ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ :
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ :
ને વાદળાંની વીજાઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ :
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ :
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું :
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ :
તમે મારો મ્હેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – કૃપાથી તારી

કૃપાથી તારી મા, સરવર સમું આભ ઉઘડે
અને પંખીઓના કમળ ટહુકાઓ વિલસતા ;
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે !
અહો ! પર્ણે પર્ણે તપ સ્મિતભર્યો છંદ છલકે !
અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઇ કશુંયે ;
હવામાં હૂંફાળા અદીક કરનો સ્પર્શ ગ્રહતો.

કૃપાથી તારી, મા પથ મળી ગયો, નીરવ ગતિ
ચલાવ્યો ચાલું છું ; શિર પર નથી ભાર વહતો !
તમે તો પાસે છો : નસનસમહીં નામ રટણા ;
અનિદ્રા – નિદ્રામાં મધુર પ્રગટે કૈંક શમણાં
વસ્યાં છો આવીને ક્ષણક્ષણ મહીં શાશ્વત થઇ;
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ – કુસુમ !
તમે મારી વાચા, હૃદયદલની અ અરત તમે ;
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે !

– સુરેશ દલાલ

પંચમ શુક્લ - ઓહો..ગીતની જ્ગ્યાએ
સુંદર શિખરણી બદ્ધ સૉનેટ જેવું કાવ્ય.

મજા પડી!

વિવેક મજા પડી….

ખરેખર, પંચમભાઈ! મજા પડી… સુંદર કાવ્ય…

પ્રિય એસ.વી.,

ચુની-ચુનીને મજા પડે એવા કાવ્યો અહીં આણવા બદલ ખૂબ ખૂબ આભાર…

સુરેશ દલાલ – જીવન

નહીં નહીં તોયે વહી ગયાં કેટલાંયે વર્ષ…
થોડીક પીડા, થોડીક યાતના: પણ અંતે તો અઢળક હર્ષ.
પ્હાડ પર જોયો, જાણ્યો સૂર્યોદય
અને સમુદ્રના સાન્નિધ્યમાં માણ્યો ચંદ્રોદય.

જીવન થોડુંક અસ્તવ્યસ્ત રહ્યું એનો પણ આનંદ.
વૃક્ષની ડાળે ડાળે ફૂલ અને પાંદ અને પંખીઓનો છંદ.
રાતને સમયે કદી કદી ગટગટાવ્યા ચાંદનીના જામ.
કામ, કામ, કામની વચ્ચે ઐયાશી, આરામ.

ક્યારેક મન મંદિર જેવું તો ક્યારેક મયખાનું.
જીવવા માટે કારણ અને મરવાનું નહીં બ્હાનું :
સલામતીની દીવાલ વચ્ચે ખુલ્લી રહે બારી.
બારણાંઓ ઉઘાડ-બંધ થયા કરે : હવા અલગારી.
હરખ અને શોકની પાર વિશ્વ એક જોઇ રહું.
ફૂલની સુગંધ અને તારાઓના તેજ સાથે મનોમન મોહી રહું.

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – જીવી શકાય ?

રાતના અંધકારમાં
સિંહની યાળ જેવી
ચિતાની જવાળાઓથી
દેહ થઇ જાય છે ભસ્મીભૂત.
અને આપણે પાછા ફરીએ છીએ
ચૂપચાપ.

સ્મૃતિથી જીવવાની
ટેવ પાડવી પડશે હવે,

બાકી, બીજી તો કઇ રીતે
જીવી શકાય ?

– સુરેશ દલાલ

Pragnaju- દેહ થઈ જાય છે ભસ્મીભૂત-
પછી સ્મૃતિથી જીવવાની વાત.
બાકી કઈ રીતે જીવી શકાય…?
આપણો અણ ઉકેલાયલો સવાલ તો
સુરેશભાઈએ પણ એમજ રાખ્યો!
આપણી જ લાગણીની સુંદર રજુઆત

સુરેશ દલાલ – નામ

કંઇ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો :
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – પડશે એવા દેવાશે

‘પડશે એવા દેવાશે’ ,
ચિંતાકોર્યું મન
પછીથી એક ઝાટકે ટેવાશે.

પ્હાડ ઢળે તો પ્હાડ.
ને વીજ પડે તો વીજ,
એવું પણ થય શકે
કે નભમાં ઊગે આછી બીજ;
પૂનમ હશે કે અમાસ હશે,
પણ તેજતિમિર કૈ રેલાશે,
‘પડશે એવા દેવાશે’

થઇ થઇને શું થાય,
બીકને નજીક નહીં હું રાખું,
જે ફળ ટપક્યું નથી
એના સ્વાદને શાને ચાખું
કાંટા ફૂલને ભલે ચીરે
પણ ફોરમ હશે તો ફેલાશે,
‘પડશે એવા દેવાશે’

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – પ્રેમ કરું છું

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

-સુરેશ દલાલ

સુરેશ દલાલ – બેઠી છે

દશે દિશાઓને વેદનાને
પોતાનામાં સમાવી
એક સ્ત્રી
વૃક્ષના પડછાયામાં બેઠી છે.

સમુદ્રનાં
આછાં ભૂરાં જળનાં વસ્ત્રો
પહેર્યા છે.

ચહેરા પર દેખાય છે
ઉદાસીના ઉઝરડા.

એની આસપાસ
કશું શ્વેત નથી
નથી કશું શ્યામ.

આશાનો ભૂખરો રંગ લઇને
ચંદ્ર પરાણે ઊગે છે આકાશમાં
એતો માત્ર બેઠી છે ચૂપચાપ.

મૌનથી પણ એને
કશું કહેવાનું નથી.

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – મારું પણ ત્યાં નામ લખી દઉં

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે …
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે …

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

(જન્મ : 11 અૉક્ટોબર 1932 – અવસાન : 10 અૉગસ્ટ 2012)

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – રાહ જોઉં છું

કોઇ રસ્તાની ધારે ધારે બેસ્ય સાંજ-સવારે
તારી રાહ જોઉં છું. (ટેક)
ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે.. તારી રાહ…

તારું નામ લઇને આભે સૂર્યોદય પણ થાતો.
સૂરજ તારું નામ લઇને સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું : એવા અગમતણા અણસારે.. તારી રાહ…

વનનીકેડી વાંકેચૂકી : મારી કેડી સીધી.
મેં તો તારા નામની મીઠી અમ્લકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ : એના રણઝણતા રણકારે.. તારી રાહ…

-સુરેશ દલાલ

સુરેશ દલાલ – શું છે ?

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – સારું લાગે

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.

-સુરેશ દલાલ

Vaishali Tailor - Dear Friend,

I love this one. Thanks for publishing it on your blog.

Vaishali

સુરેશ દલાલ – સાવ એકલો છું

બધાંયથી છૂટો પડીને સાવ એકલો છું મારા ખંડમાં.
અખંડ એકાંતને સાચવીને હું બેઠો છું મારી સાથે.
સાંજની હ્ળુ હળુ જેવું મૌન સહજપણે લઇ આવે છે
મારે માટે મધુર મુલાયમ રેશમી રજાઇ જેવો અંધકાર.

બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે.
અસ્તિત્વની આસપાસ રચાઇ જાય છે એક નીરવ સરોવર.
કમ અળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ
ગુંજનને હોઠ પર અટકાવી રાખીને મારા એકાંતની ઇજ્જત કરે છે.

કોઇ અજબગજબની લિજ્જત માણું છું મનના મયખાનામાં.
હોશથી બેહોશ થવાની મજા કોઇ ઓર જ હોય છે.
ભાવ-અભાવ-પ્રતિભાવ-પ્રત્યાઘાત-અપેક્ષા-ઉપેક્ષા –
કશું જ ક્યાંય પણ નડતું-કનડતું નથી.

વાણીથી વિખૂટો પડીને હવે મન સાથે પણ મૂગો થતો જાઉં છું
અને ગાવાનાં કેટલાંયે ગીતને અલ્વિદા કરીને મારામાં વિરમું છું.

– સુરેશ દલાલ

સુરેશ દલાલ – સુખમાં હું

સુખમાં હું સંતાઇ ગયો ને દુ:ખમાં હું કંતાઇ ગયો
સુખ-દુ:ખની હું પાર ગયો તો મંચ વિના ભજવાઇ રહ્યો

ગઇ કાલનું પાનું ફાડયું
ને આવતી કાલને જોઇ નહીં :
હ્રદય પછી આનંદે છલકે
અને આંખ આ રોઇ નહીં
રંગ વિનાના રંગે હું તો રોમેરોમ રંગાઇ ગયો
સુખમાં હું સંતાઇ ગયો ને દુ:ખમાં હું કંતાઇ ગયો

નહીં માયા, નહીં મમતા :
કેવળ કરુણાનો છે સંગ
નરસિંહ – મીરાં કબીરની સાથે
વહે ભજનની ગંગ
અનહદ સાથે આંખમિચોલી હું મૌન થકી મંજાઇ રહ્યો
સુખમાં હું સંતાઇ ગયો ને દુ:ખમાં હું કંતાઇ ગયો

– સુરેશ દલાલ

સુરેશ પરમાર – કયાં સુધી?

આંખને રાખી શકું હું નિષ્પલક, પણ કયાં સુધી?
ચાલ માન્યું તું શીખવાડે સબક, પણ કયાં સુધી?

ભાવ ભીતરના દબાવી રાખવા, મુશ્કેલ છે,
હું હસીને ચોપડું ઘા પર નમક, પણ કયાં સુધી?

આજ તૂટે કોચલું, તો લઇ શકું તાજી હવા,
પિંડ સામે આ ફલક ને આ ખલક, પણ કયાં સુધી?

માર્ગ કાંટાળો નિહાળી, હું નહીં પાછો ફરું,
પ્રેમના રસ્તે મળે પાકી સડક, પણ કયાં સુધી?

‘સૂર’ મનનો મોરલો, ધીરજ ધરી ટહુકયા કરે
આખરે તું અવગણીશ એની હલક, પણ કયાં સુધી?

– સુરેશ પરમાર

સુરેશ હ. જોશી – કાલે

કદાચ હું કાલે નહિ હોઉં.
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.

કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.

કાલે જો ચંદ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.

– સુરેશ હ. જોશી

સુલતાન લોખંડવાલા – સુંદર

છે સપનું તમારું તમારાથી સુંદર
અને મૌન પાછું ઇશારાથી સુંદર

તમે કેમ મલકો છો તસવીર જોઇ
હતું કોણ એમાં અમારાથી સુંદર

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર

તમે ધડકનોમાં વસાવ્યા અમોને
હતું મન તમારું ઉતારાથી સુંદર

– સુલતાન લોખંડવાલા

વિવેક - પહેલો શેર હૃદયને સ્પર્શી ગયો.

સુલભા દેવપુરકર – સીતાને

ઊડતી ઊડતી
વાત સાંભળી છે કે
ભગવાન રામ પુન: અવતાર લેવાના છે.
ત્યારે,
અમે આપના સ્વાગતની પણ
પૂરી તૈયારી રાખી છે.
વલ્કલની એક સારા માઇલી જોડ
બાજુ પર રાખી મૂકી છે
નગરપાલિકાએ ખાસ લક્ષ દઇ
અશોકવાટિકા સાફસૂફ કરાવી છે
દરિયા કિનારે એક ચિતા સજાવી રાખી છે.
વાલ્મીકિ સતત જાગતા રહે છે કે
રખે ક્યાંય અરણ્યમાં રડતી ગર્ભવતી
સીતાનું રુદન સંભળાય
અને,
આમ તો અનેક સ્ત્રીઓની કાકલૂદીઓ
ઠુકરાવતી આવી હોવા છતાં
આપને – સ્પેશ્યલ કેસ તરીકે
ધરતીએ માર્ગ આપવા તૈયારી દાખવી છે.

– સુલભા દેવપુરકર

વિવેક - ખૂબ સુંદર રચના…. એકદમ હૃદયસ્પર્શી…. સતયુગ હો કે કલયુગ, આપણે કદી બદલાવાના નથી… રામના નામે મરવા-મારવા તૈયાર થઈ જનારા આપણે માનવજાતને કે સીતાને કદી ગૌરવ આપી શકવાના નથી…

pragnaju - સુંદર રચના
યુગે યુગે
જ્યારે જ્યારે સીતા જેવા સતીને સુવર્ણ મૃગ ગમશે,
જ્યારે જ્યારે રામ જેવા રામ પણ સુવર્ણ મૃગની પાછળ દોડશે,
જ્યારે જ્યારે લક્ષમણ રેખાનૂ ઉલ્લંઘન થશે,
ત્યારે રાવણ દ્વારપર ઉભો રહેશે
અને,અને,અને,અને,અને,અને…
નગરપાલિકા તે ભજવશે.
પણ સમાજમાં સુધરો દેખાશે?

Dee - વાંચીને “ઓ મા….” બોલી જવાયું ….



For queries email at need.more.intel@gmail.com