May 9th, 2008 by સુરેશ
જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનીયમ’ છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.
- સ્વામી વિવેકાનન્દ
સાભાર - ચીરાગ પટેલ
[…]
આગળ વાંચો ...
Posted in સુવીચાર
May 9th, 2008 by નીરજ શાહ
સ્વર: મનહર ઉધાસ
ચાલ મળીએ કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.
એકબીજાને સમજીએ આપણે,
કોઈપણ સંકોચ કે મુંઝવણ વિના.
કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઈ પણ અવરોધ કે અડચણ વિના.
આપ તો સમજીને કંઈ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.
આગળ વાંચો ...
Posted in ગઝલ, બાલુ પટેલ
May 9th, 2008 by Kartik Mistry
* આ શબ્દ બહુ વિચિત્ર છે અને આજકાલ બરોબરનો મારી પાછળ પડી ગયો છે. માણસ ઇન્ટરનેટ પર, વાંચીને, ગપ્પાં મારીને, સોફ્ટવેરનાં બગ્સ ફિક્સ કરીને પણ કેટલો સમય પસાર કરી શકે? લાગે છે આજે ફરી ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે..
આગળ વાંચો ...
Posted in અંગત, ઇન્ટરનેટ, પુસ્તકો, લિનક્સ અને ઓપનસોર્સ, બેંગ્લુરૂ
May 8th, 2008 by વિવેક
કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.
તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.
ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.
આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.
જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ […]
આગળ વાંચો ...
Posted in ગઝલ, અલ્પેશ 'પાગલ'
May 8th, 2008 by rajeshwari
૧-ચોરસ કાગળ લઈ (૧) પ્રમાણે ક્રીઝ પાડો.
૨-ત્રુટક રેખા પાસેથી અંદર્ની બાજુએ વાળો(૨)
૩-ત્રુટક રેખાવાળા ભાગ પાસેથી અંદરની તરફ વાળો.(૩)(૪)
૪આ રીતે તૈયાર થશે. હવેઆઆ અંદરના ભાગને તીરના નિશાન બાજુ એક પછી એક બહાર કાઢો.(૫)(૬)(૭)(૮)
૫-આ રીતે બધા જ ભાગ બહાર કાઢો
૬-તીરની નિશાની તરફ ત્રુટક રેખા પાસેથી વાળો(૯)
૭-તીરની નિશાની પાસેથી ધીમે ધીમે ત્રુટક રેખા પાસેથી પાછળ તરફ વાળો.ત્રુટક રેખા […]
આગળ વાંચો ...
Posted in ઓરીગામી-મોડલ
May 8th, 2008 by rdgujarati
[‘અખંડ આનંદ’ : એપ્રિલ-08 માંથી સાભાર.]
સાંજ ઢળે ગેલેરીમાંથી તડકો ખસી જાય. ઑફિસેથી આવીને હું કપડાં બદલું. ચા બનાવું. પછી નિરાંતે ગેલેરીમાં બેઠોબેઠો આરામ ફરમાવું. આઠ વાગે એટલે જમવા જાઉં, ત્યાં સુધી વિદાય થઈ રહેલા દિવસની અને ધીમા પગલે પ્રવેશ કરતી રજની રાણીની લીલા નિહાળતો રહું. કૉલેજના અભ્યાસમાં આવેલા સંસ્કૃત કાવ્યખંડોના અંશો મમળાવું. કૉલેજનો અભ્યાસ પૂરો […]
આગળ વાંચો ...
Posted in અન્ય સાહિત્યકારો, ટૂંકી વાર્તાઓ
May 8th, 2008 by rdgujarati
ઉનાળાની ખુશનુમા સવારે બે મિત્રો બગીચામાં લટાર મારી રહ્યા છે. રમેશ આ શહેરમાં હજી ગત માસથી જ નોકરી મેળવીને સ્થાયી થયો છે, જ્યારે સુરેશ તો નાનપણથી અહીં ઊછર્યો છે. જે દિવસથી રમેશ અહીં આવ્યો છે, તે દિવસથી સુરેશ તેની પૂરેપૂરી સંભાળ રાખી રહ્યો છે. શહેરના રસ્તાઓ, સરકારી ઑફિસો, રહેવા-જમવા માટેની લોજ, અગત્યના વ્યક્તિઓ […]
આગળ વાંચો ...
Posted in આધ્યાત્મિક લેખો, મૃગેશ શાહ
May 8th, 2008 by Jayshree
પૂર્વભૂમિકા : સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : અખંડ ઝાલર વાગે
તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી
આત્મ ન દેખ્યો, હજી નવ શિખ્યો,
જ્ઞાન ગયું શું ભુલાઇ.
વર્ષ બધા ચિંતનમાં ગાળ્યા
બીક ઉભી રહી તારી
જગત બધુંય અનલમય ભાસે
———–
તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી
આત્મ મંદિરે જ્યોતિ બીરાજે
શોધ કરે અલગારી
ખોલી તારા અંતર પડદા
જ્યોતિ પ્રગટ કર તારી
ભીખવું છોડી બધું દે આવું,
તું […]
આગળ વાંચો ...
Posted in હરિવરને કાગળ, ટહુકો, આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી, સુરેન ઠક્કર ‘મેહુલ’
May 8th, 2008 by Pradip Brahmbhatt
Garbage Truck
(કચરાનો ખટારો)
૮/૫/૨૦૦૮ ગુરુવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાફસફાઇ તો ક્યારની થઇગઇ,શોધુ કચરો નાખવા ડબ્બો
અહીં મુક્યો તો ત્યાં મુક્યોતો,મારે નાખવો ક્યાં જઇ કચરો
ડુચા કાગળના, ને કકડા પુંઠાના, ઉઠાવી લીધા મેં જલ્દી
જમણા હાથે ઝાડું મેં લીધુ,બીજા હાથમાં સુપડીપણલીધી
શોધતોવાળતા ડબ્બોકચરાનો,બોલુ કોણે ખસેડ્યો અહીંથી
અલ્યા કોણે ખસેડ્યો અહીંથી
ઘાસ કપાવ્યું તું ગઇકાલે ને, લોન કરાવીતી પણ સરખી
ગારબેજ બેગમાં ભર્યો તો કચરો, નાખવા […]
આગળ વાંચો ...
Posted in પ્રાસંગિક કાવ્યો
May 8th, 2008 by Pradip Brahmbhatt
જીવની ઝંઝટ
૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવો દોડો, ઝંઝટ છોડો, જીવનની અપાર
વળગી માયા,વળગ્યો મોહ,છોડેનહીં પળવાર
અપરંપાર છે માયા એવી,નહીં જેનો કોઇ પાર
મિથ્યા વળગે,જન જીવનમાં,જેની લાલચ છે અપાર
જીવને લાલચ છે અપાર
પ્રેમ જગતમાં,માગે ના મળતો,સ્નેહ દીસે જગમાંય
કાચી કાયા લોભાઇ જાશે તો નહીં જીવનમાં ઉજાસ
એક પ્રેમની આશ જગતમાં, જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવન છેક
પ્રદીપ દેતો એક […]
આગળ વાંચો ...
Posted in ભક્તિ કાવ્યો
May 8th, 2008 by Pradip Brahmbhatt
હાથની કરામત
તાઃ૧૪/૪/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક હાથને સાથ મળે બીજા હાથનો
તો જગતમાં કામ સફળ સર્જાય
મળે જીવનમાં હાથ થી હાથ વધારે
રળિયામણા ઝાઝા હાથ કહેવાય.
એક એકની લાગણી જગમાં, કામ કંઇક કરી જાય
મળે એક થી જ્યારે અનેક, વણ કલ્પ્યુ બની જાય
એવી સૃષ્ટિ જગમાં સર્જાય.
એક એકને છોડી જગમાં,જ્યાં બેનો થાય સથવાર
આવે વ્યાધી મળેઉપાધી,સંકટ જીવનમાંમળીજાય
એવી જીંદગી […]
આગળ વાંચો ...
Posted in ચિઁતન કાવ્યો
May 8th, 2008 by વિશ્વદીપ બારડ
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યાં. ક્યાં પહોચશું, એની ખબર ક્યાં છે;
અમારી ફરતું કાયમી આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથમાં રહેનારું;
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહિ આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ્;
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને […]
આગળ વાંચો ...
Posted in ગમતી ગઝલ
May 8th, 2008 by nilam doshi
Posted in સ્વરચિત કૃતિઓ, લઘુનવલ
May 8th, 2008 by jayeshupadhyaya
પ્રીયજનો
આશા રાખુ કે તમે કંટાળતા નહી હો મારાથી.પણ આજે હું એક એવા ગીત ની વાત કરવાનો છુ કે જે હજીય આપણી જીભે રમે છે 1962માં મહેબુબ ખાનની એક ફીલ્મ આવી હતી સન ઓફ ઇન્ડીયા હા એજ મહેબુબખાન જેમણે મધર ઇન્ડીયા બનાવી હતી એ ફીલ્મનું એક ગીત નન્હા મુન્હા રાહી હું દેશ કા સીપાહી હું બોલો […]
આગળ વાંચો ...
Posted in અતીતરાગ
May 8th, 2008 by rajeshwari
પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ […]
આગળ વાંચો ...
Posted in ડાયરીનું એક પાનું
May 8th, 2008 by shivshiva
આજે વૈશાખ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- આનંદ આપણા ઘરમાં જ હોય છે, તેને અન્યના બગીચામાં અર્થ નથી.
હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.
આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિન છે. 8/5/1861ના દિવસે બંગાળના નાના ગામમાં આપણા રાષ્ટ્રગીતનાં રચૈતા અને પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકોત્તર ગાયક કવિ રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો […]
આગળ વાંચો ...
Posted in ગાથા[માહિતી]
May 8th, 2008 by jayeshupadhyaya
ગુણીજનો
સ્વ્.હેમુ ગઢવી ગુજરાતી લોકસંગીતનો પ્રખર સુરજ લોકસંગીત જેના ઉલ્લેખ વગર અધુરું ગણાય એવા હેમુ ગઢવીના કેટલા ગીતો ગુજરાત પાસે છે વર્ષોથી રેડીયો કેસેટ સી.ડી. વગેરે માધ્યમમાં તલાશ કરીયે તો મુશ્કેલ થી 8-10 ગીતો મળે છે શું એટલા જ ગીતો ગાયા હશે એ મહાન ગાયકે ના પણ આપણી સજ્જતા ઓછી પડી કે આપણે આટલાજ મોતી સાચવી […]
આગળ વાંચો ...
Posted in તથા કિંતુ પરંતુ
May 8th, 2008 by સુરેશ
વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ […]
આગળ વાંચો ...
Posted in સુવીચાર
May 8th, 2008 by સુરેશ
હું ડ્રાય સોનામાં તપાવા બેઠો હતો – પસીને રેબઝેબ. ત્યાં અંદર એક કામ કરવાની સીડી પડેલી હતી. થોડી વારમાં એક ઈલેક્ટ્રીશીયન અંદર આવ્યો. સીડી પર ચઢી તેણે નહીં ચાલતા વીજળીના દીવાની શેડ ખોલી, લેમ્પ બદલી નાંખ્યો. શેડ સાફ કરી તેણે ફરી પાછી લગાવી દીધી. દીવો ચાલુ કરી નાંખ્યો. પછી તેની બાજુમાં તાપમાન માપવા માટેનું […]
આગળ વાંચો ...
Posted in સુરેશ જાની, અવલોકન
May 8th, 2008 by નીરજ શાહ
સ્વર: મનહર ઉધાસ
“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાતિલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં […]
આગળ વાંચો ...
Posted in ગઝલ, જલન માતરી
May 7th, 2008 by rajeshwari
તારીખ ૮ મી મે,૨૦૦૮
રવિન્દ્રનાથ ટાગોર જયંતિ
આજે ભારતની એક મહાન વિશ્વવિભૂતિ કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ…આમ તો તેમનાં કાર્યો અને કૃતિઓ વિષે લખીએ તો ગ્રંથોનાં ગ્રંથો ભરાય પણ અહીં આપણે થોડું વાંચી લઈએ…..
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ૮-૫-૧૯૬૧ નાં દિવસે બંગાળનાં એક નાનકડા ગામમાં થયો હતો.તેઓએ તેમનો સમગ્ર અભ્યાસ ઘેર જ કર્યો અને જીવન તથા જગતના સર્વ વિષયોનું જ્ઞાન […]
આગળ વાંચો ...
Posted in દિન મહિમા