Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

સુધીર પટેલ - તત્પર થયો

September 5th, 2008

Sudhir patel

હું બ્હાર ને અંદર થયો,
મળવા તને તત્પર થયો

ને એમ તું પણ છે કમાલ,
જયાં વાત થઇ હાજર થયો!

ગત એની ના પામી શકયો,
બહુ તેજ કાં મંથર થયો

કયાં આછયાર્ં મુજ જળ હજીય
નીચે ગયો, ઉપર થયો!

છે સાવ ખાલી હાથ બેય,
પણ ના કશાથી પર થયો!

પૂછો તમે તો ન્હોતું કૈં,
મનમાં જ પેદા ડર થયો!

એણે કહ્યું તું ઊડવા,
ઓઢી ત્વચા પિંજર થયો

ઘૂંટયો બહુ એને પછીજ
આ શબ્દ પણ અક્ષર થયો

આદિ વિશે ગમ ના પડી,
અંતે પછી આખર થયો!

કોઈ ગઝલ સ્ફૂરે “સુધીર”,
એ આપણો અવસર થયો!

         - સુધીર પટેલ

અન્ય રચનાઓ

  • સુધીર પટેલ - સોનપરીને
  • સુધીર પટેલ - યાત્રી આપશે
  • (Sudhir Patel. Taatpar thayo. Ghazal in Gujarati. Literature and art site)

    નીલેશ પટેલ - સેતુ બાંધીએ

    September 4th, 2008

    સંબંધના બે હાથ વડે સેતુ બાંધીએ,
    વિશ્વાસના કિનારા તરફ નૌકા હાંકીએ.

    થોડું તૂટેલ હોય તો લૂગડુંય સાંધીએ,
    આકાશને તો થીગડાં જેવું શું મારીએ?

    ખૂશ્બૂ, સુંવાળા કલરવો કંઇ કામના નથી,
    ટહુકાનું પોટલું ભરી પતઝડને આપીએ,

    કાંઠે ઊભો’તો તોય હવાને ગળી ગયો,
    જળના તમામ પરપોટાને ફોડી નાખીએ.

    અત્તર થવાનું એ જ શરત પર મને ગમે,
    અવસર ફૂલોના મોતનો હો શોક પાળીએ.

    કીર્તન-કથા, પૂજામાંય માણસને રસ નથી,
    પંડિત વિચારે છે કે ગઝલ જેવું ગાઇએ.

    ભીંતોની આપમેળે કરૂપતા ઘટી જશે,
    એકાદ ભીંતે એમની તસવીર ટાંગીએ.

              - નીલેશ પટેલ (Nilesh Patel - Setu Bandhiya. Ghazal in Gujarati. Literature and art site)

    જગદીશ જોષી - ડંખ

    September 3rd, 2008

    વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
    ડંખે છે વળી વળી કેમ ?

    સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
    કૂવે ઝળુંબે એક વેલો :
    થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
    પાણીનો ક્યાંય નહીં રેલો.
    ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
    આવે ને જાય હેમખેમ ?

    બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
    થઇને આ આંખમાં લપાયાં:
    સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
    નસનસમાં ઝેર થૈ છવાયાં.
    રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
    વરસે છે જરી જરી વ્હેમ !

           - જગદીશ જોષી

    અન્ય રચનાઓ

  • જગદીશ જોષી
  • જગદીશ જોષી - અમે
  • જગદીશ જોષી - અરે કોઈ તો
  • જગદીશ જોષી - ઊઠી જતાં ના આવડયું.
  • જગદીશ જોષી - મળશે ત્યારે
  • જગદીશ જોષી - વાતોની કુંજગલી
  • જગદીશ જોષી - હવે
  • (Jagdish Joshi - Dankh. Poems in Gujarati. Literature and art site)

    અનામી - શાળા

    September 2nd, 2008

              - અનામી (Aanami - shaala. Kavita / Poems in Gujarati. Literature and art site)

    પ્રીતમ લખલાણી - ચાંદની

    September 1st, 2008

    પ્રીતમ લખલાણી /Preetam Lakhlani

    જોઇ અકાશે
    ચાંદની, સાગરમાં
    વાસના જાગી!

    * * * * * * * * *

    નદીએ ના’તી
    ચાંદની, કૂદે કાંઠે
    દેડકો, ખુશ!

    * * * * * * * * *

    ટપકે છીબે
    ચાંદની, પંખી પીવે
    છેક સવારે!

    * * * * * * * * *

    ચાંદની બેઠી
    વૃક્ષ તળે, ચહેરો
    જોવા ચંદાનો.

    * * * * * * * * *

    આવી ચાંદની
    ઉંબરે, લ્યો ટહુકે
    મોર તોરણે!

             - પ્રીતમ લખલાણી

    અન્ય રચનાઓ

  • પ્રીતમ લખલાણી - પનિહારી
  • પ્રીતમ લખલાણી - એકાંત
  • પ્રીતમ લખલાણી - કેળવણી
  • પ્રીતમ લખલાણી - પંખી
  • (Preetam Lakhlani - Chandni. Kavita / Poems, Haiku in Gujarati. Literature and art site)

    રાજેન્દ્ર શુક્લ - ભરથરી-૩

    August 30th, 2008

    (ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

    સાવ સહેલો છે લેવો લ્હાવો રે ભરથરી,
    ભવનાથના મેળે તમે આવો રે ભરથરી.

    વાત અઘરી શીદ બનાવો રે ભરથરી,
    ઈને ઈની સાથે સરિખાવો રે ભરથરી.

    કાં તો સૂરજ કાં તો સળાવો રે ભરથરી,
    ઈમાં દલીલ નથી, નથી દાવો રે ભરથરી.

    કોઈ ક્યે છે આવો, વળી આવો રે ભરથરી,
    બધી સમજણને સમજાવો રે ભરથરી.

    ઈ થયો નથી કે નથી થાવો રે ભરથરી,
    ગુણ ગોતી ગોતી ગવરાવો રે ભરથરી.

    ભવનાથના મેળે તમે આવો રે ભરથરી,
    સાવ સાચું અમરફળ પાવો રે ભરથરી.

             - રાજેન્દ્ર શુકલ

    અન્ય રચનાઓ

  • રાજેન્દ્ર શુક્લ - ભરથરી-2
  • રાજેન્દ્ર શુક્લ - ભરથરી-૧
  • રાજેન્દ્ર શુકલ - તમને ખબર નથી
  • રાજેન્દ્ર શુકલ - ફૂલ
  • રાજેન્દ્ર શુક્લ - અવાજ જુદો
  • રાજેન્દ્ર શુક્લ - ઈચ્છાની આપમેળ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ-સંહિતા
  • રાજેન્દ્ર શુક્લ - તું કોણ છે?
  • રાજેન્દ્ર શુક્લ - પગલાં કુંકુમઝરતાં
  • રાજેન્દ્ર શુક્લ - બદલું છુ
  • રાજેન્દ્ર શુક્લ - મેં દીઠા છે !
  • (Rajendra Shukla. Bharthari -3 . Ghazal. Gujarati Literature and art site)

    રાજેન્દ્ર શુક્લ - ભરથરી-૨

    August 29th, 2008

    (ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

    અંદરથી ઉમળકો આવે રે ભરથરી,
    ઈ ભીતર ને ભીતર ભાવે રે ભરથરી.

    કોઈ બીજું તો ક્યાંથી લાવે રે ભરથરી,
    ઈ પોતે પોતાને સુણાવે રે ભરથરી.

    મન મૂંગુ થઈ મમળાવે રે ભરથરી,
    ઈ ને વાણીમાં કેમ સમાવે રે ભરથરી.

    અબ પલકું શીદ પલકાવે રે ભરથરી,
    ઠરી ઠરી ઠેઠ ઠેરાવે રે ભરથરી.

    થઈ થઈને હાંવા શું થાવે રે ભરથરી,
    ઓળખ ઈની ઈને ઓળખાવે રે ભરથરી.

             - રાજેન્દ્ર શુકલ

    અન્ય રચનાઓ

  • રાજેન્દ્ર શુક્લ - ભરથરી-૧
  • રાજેન્દ્ર શુકલ - તમને ખબર નથી
  • રાજેન્દ્ર શુકલ - ફૂલ
  • રાજેન્દ્ર શુક્લ - અવાજ જુદો
  • રાજેન્દ્ર શુક્લ - ઈચ્છાની આપમેળ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ-સંહિતા
  • રાજેન્દ્ર શુક્લ - તું કોણ છે?
  • રાજેન્દ્ર શુક્લ - પગલાં કુંકુમઝરતાં
  • રાજેન્દ્ર શુક્લ - બદલું છુ
  • રાજેન્દ્ર શુક્લ - મેં દીઠા છે !
  • (Rajendra Shukla. Bharthari -2 . Ghazal. Gujarati Literature and art site)

    રાજેન્દ્ર શુક્લ - ભરથરી-૧

    August 28th, 2008

    (ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

    એક ઘડી નવ ઠરીએ, ભરથરી,
    એવું રે સંચરીએ, ભરથરી.

    આપ થકાં ઊગરીએ, ભરથરી,
    આપ મહીં આછરીએ, ભરથરી.

    પોત પુરાણું ધરીએ, ભરથરી,
    પોતીકું પરહરીએ, ભરથરી.

    બીજું તો શું કરીએ, ભરથરી,
    ઝરમર ઝરમર ઝરીએ, ભરથરી.

    ખરખર ખરખર ખરીએ, ભરથરી,
    પૂરે પૂરું ભરીએ, ભરથરી.

    વણતૂંબડિયે તરીએ, ભરથરી,
    ફેર ન પાછાં ફરીએ, ભરથરી.

    અલખ સરીખું સરીએ, ભરથરી,
    અહાલેક ઓચરીએ, ભરથરી.

             - રાજેન્દ્ર શુકલ

    અન્ય રચનાઓ

  • રાજેન્દ્ર શુકલ - તમને ખબર નથી
  • રાજેન્દ્ર શુકલ - ફૂલ
  • રાજેન્દ્ર શુક્લ - અવાજ જુદો
  • રાજેન્દ્ર શુક્લ - ઈચ્છાની આપમેળ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ
  • રાજેન્દ્ર શુક્લ - ગઝલ-સંહિતા
  • રાજેન્દ્ર શુક્લ - તું કોણ છે?
  • રાજેન્દ્ર શુક્લ - પગલાં કુંકુમઝરતાં
  • રાજેન્દ્ર શુક્લ - બદલું છુ
  • રાજેન્દ્ર શુક્લ - મેં દીઠા છે !
  • (Rajendra Shukla. Bharthari -1 . Ghazal. Gujarati Literature and art site)

    ડૉ. વિવેક મનહર ટેલર - ગઝલ

    August 27th, 2008

    જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
    રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

    ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
    ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

    જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
    ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

    દીવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
    મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

    ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
    અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

    મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
    લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

             - ડૉ. વિવેક મનહર ટેલર

    અન્ય રચનાઓ

  • ડૉ. વિવેક મનહર ટેલર - નહિ રૂઠુ
  • ડૉ. વિવેક મનહર ટેલર - એવો પત્થર વિશ્વમાં મળશે નહીં
  • ડૉ. વિવેક મનહર ટેલર - છૂટ છે તને
  • ડૉ. વિવેક મનહર ટેલર - કુંવારી નદીની તરસ
  • ડૉ. વિવેક મનહર ટેલર - મને આ સફર મળે
  • ડૉ. વિવેક મનહર ટેલર - મળતી રહે
  • ડૉ. વિવેક મનહર ટેલર - રોજ
  • (Dr. Vivek Tailor - Ghazal . Ghazal in Gujarati. Literature and art site)

    સલીમ શેખ ‘સાલસ’ - વાત છે

    August 26th, 2008

    બાઅદબ આ શબ્દને ઉગાડવાની વાત છે,
    મૂળસોતી જાતને ઉખાડવાની વાત છે.

    એટલે કે હૉ ! કલમ સંજીવની લખવી ગઝલ,
    શિલ્પમાંના મોરને ઊડાડવાની વાત છે.

    ભીતરે ચાલી રહેલા કો’ અકળ તોફાનમાં,
    આ સમયની નાવને ડુબાડવાની વાત છે.

    અર્થ સમજાયો ગઝલનો આખરે, ગાલિબજી!
    ઘર જલાવીને હરફ ઉજાળવાની વાત છે.

    ગાલગાગા, તૂકબંધી, ગાલગાગા, બંધ કર,
    સિંહને હાથે કરી ઉઠાડવાની વાત છે.

             - સલીમ શેખ ‘સાલસ’ (Salim Sheikh ‘Saalas’. Vaat chhe Ghazal in Gujarati. Literature and art site)

    રૂપલ પટેલ - તો દે

    August 25th, 2008

    આજે જૂના અસબાબને ઢંઢોળવા તો દે,
    ખોવાયલું એક મોરપીંચ્છ ખોળવા તો દે.

    મારી બધી યે વેદના બનશે સુગંધી જો,
    કસ્તુરી જેવું લોહીમાં તોં ઘોળવા તો દે.

    કોની બનાવું મૂર્તિ એ નક્કી નથી છતાં,
    માટીને આસુંની ભીનપથી ચોળવા તો દે!

    તારી જ મરજીથી દીધો અવતાર અમને પણ,
    થોડું જીવન મરજી મુજબનું રોળવા તો દે!

    પાણી વધારે આપ્યા કરીશ તો સડી જશે,
    તું બીજમાં કૂંપળ પહેલા કોળવા તો દે!

             - રૂપલ પટેલ (Rupal Patel. toe de. Ghazal in Gujarati. Literature and art site)

    આતિશ પાલનપુરી - તો જુઓ

    August 24th, 2008

    જે મળે એને ગમાડી તો જુઓ,
    આપદા વસમી રમાડી તો જુઓ.

    આગમન એનું થશે આજે જરૂર,
    બૂમ એવી એક પાડી તો જુઓ.

    જો, તરત ખીલી જશે એનુંય મન,
    લાગણી થોડી અડાડી તો જુઓ.

    કંટકો કાયમ ઘરે છે સર્વને,
    એમની આ ફૂલવાડી તો જુઓ.

    પીંગળે પાષાણ પણ ‘આતિશ’ અહીં,
    કોઇને હૈયે લગાડી તો જુઓ.

             - આતિશ પાલનપુરી (Aatish Palanpuri. toe juvo. Ghazal in Gujarati. Literature and art site)

    ‘ઊર્મિ સાગર ’ - એ મન હતું

    August 23rd, 2008

    (ખાસ ‘ઊર્મિ સાગર ’ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

    શબ્દમાં રણક્યાં કર્યું એ મન હતું,
    કાવ્યમાં ઝળક્યાં કર્યું એ મન હતું.

    કાળજે સણક્યાં કર્યું એ મન હતું,
    યાદમાં સળગ્યાં કર્યું એ મન હતું.

    મનને માર્યું આપણે અળગાં થવાં,
    ને છતાં વળગ્યા કર્યું એ મન હતું.

    ના કદી ઠાર્યુ ઠરે- થઇ ખાતરી,
    તે છતાં ઠાર્યા કર્યું એ મન હતું.

    થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
    ખુદથી જે હાર્યા કર્યું એ મન હતું.

    તરબતર અંતર હતું બસ પ્રેમથી,
    તોયે બસ ઝૂર્યા કર્યું- એ મન હતું.

    સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
    ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

              - ‘ઊર્મિ સાગર’

    અન્ય રચનાઓ

  • ‘ઊર્મિ સાગર ’ - બોલો પ્રભુ !
  • ‘ઊર્મિ સાગર ’ - ભૂલી શકું તો
  • (’Urmi Saagar’- Ae maan haatu. Ghazal in Gujarati. Literature and art site)

    કિશોર મોદી - કળણ

    August 22nd, 2008

    બંધ લિફાફા સમું છે આવરણ,
    એમ કોઇ સાચવે શ્વાસોનું ધણ.

    હું વિચારોમાં ય ખૂંચી જાઉં છું,
    થાય છે કે આ તો મન છે કે કળણ ?

    જે યુધિષ્ટિરો ય પાળી ના શકે,
    મેં લીધું એવું મહાભારત — શું પણ.

    સાંજના એવા સમયની વાત છે,
    વાટ જોતું હોય છે ભીનું સ્મરણ.

    હું મને ઊર્ફે તને પૂછું કિશોર,
    તું કયી રીતે પ્હોંચ્યો તું લગણ?

              - કિશોર મોદી(Kishore Modi - Kaalan. Ghazal in Gujarati. Literature and art site)

    સુધીર પટેલ - સોનપરીને

    August 20th, 2008

    Sudhir patel

    સપના કયાં આવે છે સોનેરી, સોનપરી!
    આંખોને અંધારા લ્યે ઘેરી, સોનપરી!

    દાદીની વાતુંએ ઉછેરી, સોનપરી,
    બચપણમાં ખુશી ગઇ ઉમેરી, સોનપરી!

    કાન થયાં છે જાણે કે સૂના કોડિયાં,
    કયાં આવે રણઝણ ઝાંઝર પ્હેરી, સોનપરી!

    ઝૂલે કયાંથી કોયલ રાનેરી, સોનપરી!
    હું થ્યો છું ઠૂંઠું પણોર્ં ખેરી, સોનપરી!

    ભૂલ કરી મેં ઉમરના દરવાજા ખોલી,
    જાદૂગર ઉઠાવી ગ્યો વેરી, સોનપરી!

    આવે તો પણ ભૂલી પડશે ભૂગોળે તું,
    બદલી ગઇ છે શૈશવની શેરી, સોનપરી!

    ઝાઝા જુહાર કહી લઉં વિદાય “સુધીર”,
    અંજળ થયે મળશું બીજી ફેરી, સોનપરી!

             - સુધીર પટેલ

    અન્ય રચનાઓ

  • સુધીર પટેલ - યાત્રી આપશે
  • (Sudhir Patel. Sonpari. Ghazal in Gujarati. Literature and art site)